ગડકરીનું બોલવામાં બ્લન્ડર, પછી ભૂલ સુધારી લીધી

10 June, 2021 01:49 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય પ્રધાન ​નીતિન ગડકરી ગઈ કાલે ભૂલથી બોલી ગયા હતા કે ‘મને બહુ આનંદ છે કે કોરોના વાઇરસને કારણે આપણા દેશમાં અનેક લોકોએ ઑ​ક્સિજનના અભાવે જીવ ગુમાવવા પડ્યા.’

કેન્દ્રીય પ્રધાન ​નીતિન ગડકરી

કેન્દ્રીય પ્રધાન ​નીતિન ગડકરી ગઈ કાલે ભૂલથી બોલી ગયા હતા કે ‘મને બહુ આનંદ છે કે કોરોના વાઇરસને કારણે આપણા દેશમાં અનેક લોકોએ ઑ​ક્સિજનના અભાવે જીવ ગુમાવવા પડ્યા.’

તેઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ઑક્સિજન પ્લાન્ટના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન વખતે ‘દુઃખ’ને બદલે ‘આનંદ’ એવું બોલી ગયા હતા. જોકે તેમણે તરત જ પોતાની ભૂલ સુધારતાં જણાવ્યું હતું કે ‘કોરોનાકાળને લીધે આપણને ખબર પડી કે કોઈને ત્રણ મિનિટમાં ૩થી ૪ લિટર તો કોઈને ૨૦ લિટર ઑક્સિજનની જરૂર હોય છે. આવી હાલતમાં તમામ જિલ્લાઓએ ઑક્સિજનના મામલે આત્મનિર્ભર થવું પડશે. હવામાંથી ઑક્સિજન બનાવવાની પણ ટેક્નિક છે. ૫૦થી વધુ બેડ ધરાવતી હૉસ્પિટલ માટે હવામાંથી ઑક્સિજન મેળવવાનો પ્લાન્ટ બનાવવો ફરજિયાત બનાવવો જોઈએ. આપણી તમામ તૈયારીઓ ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને જ કરવી જોઈએ.’

nitin gadkari national news lucknow coronavirus covid19