રશિયાના સુખોઈ જેટ્સે અમેરિકાના ન્યુક્લિયર બૉમ્બરને ઘેર્યું

31 August, 2020 11:43 AM IST  |  London | Agencies

રશિયાના સુખોઈ જેટ્સે અમેરિકાના ન્યુક્લિયર બૉમ્બરને ઘેર્યું

સુખોઈ જેટ્સ

રશિયાના સુખોઈ-૨૭ ફાઇટર પ્લેનોએ શુક્રવારે પૂર્વ યુરોપની પાસે બ્લેક સીની ઉપર અમેરિકાના ન્યુક્લિયર બૉમ્બર પ્લેન બી-૫૨ને ખતરનાક રીતે ઘેરી લીધું. તેનાથી નાટો દેશોમાં ખળભળાટ મચી ગયો. અમેરિકાના આ ન્યુક્લિયર બૉમ્બર પ્લેન બ્રિટનથી ટેકઓફ થયા હતા. આ પહેલાં નાટોના સભ્ય અમેરિકાએ રશિયા સાથે વધતા તણાવને જોતા બ્રિટનમાં પોતાના ૬ બી-૫૨ પરમાણુ બૉમ્બરને તહેનાત કર્યા હતા.

તેમાંથી જ એક પરમાણુ બૉમ્બર પૂર્વ યુરોપ અને બ્લેક સી પરથી પસાર થયું હતું. આ દરમ્યાન રશિયાના સુખોઈ-૨૭ પ્લેનોએ અમેરિકાના વિમાનોને ખતરનાક રીતે ઘેરી લીધાં. વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે રશિયાના વિમાન અમેરિકાના વિમાનની ઘણી નજીક આવી ગયાં હતાં. તે પછી અમેરિકાનાં વિમાન બરાબર સામેથી નીકળી ગયાં. અન્ય એક વિડિયો ક્લિપમાં જોવા મળી રહ્યું છે કે રશિયાનાં વિમાન અમેરિકાના બૉમ્બરની નોઝ સુધી આવી ગયા હતા.

london russia united states of america