જાણો કેવી રીતે થાય છે મતગણતરી, ક્યારે આવશે ફાઈનલ પરિણામ!

22 May, 2019 11:44 AM IST  |  નવી દિલ્હી

જાણો કેવી રીતે થાય છે મતગણતરી, ક્યારે આવશે ફાઈનલ પરિણામ!

જાણો મતગણતરીની પ્રક્રિયા

38 દિવસ ચાલ્યું લોકતંત્રનું મહાપર્વ. જેમાં 22 લાખ 30 હજાર બેલેટ યુનિટ, 10 લાખ 63 હજાર કંટ્રોલ યુનિટ અને 10 લાખ 73 હજાર વીવીપેટનોનો ઉપયોગ થયો. 12 લાખથી વધુ ઈવીએમમાં મતદાતાઓના મત અને ઉમેદવારોનું ભવિષ્ય બંધ છે. ત્યારે જાણો કેવી રીતે મતગણતરી થયા છે.

ચાર હજારથી વધુ મતગણતરી કેન્દ્ર બનાવાયા
ચૂંટણી પંચના ઉપઆયુક્ત ઉમેશ સિન્હાના પ્રમાણે, 12 લાખથી  વધારે ઈવીએમમાં મતદાતાઓના મત અને ઉમેદવારોનું ભવિષ્ય બંધ છે. આખા દેશમાં 10 લાખથી વધુ કેન્દ્રો પર મતદાન થયું હતું. દરેક જિલ્લામાં એક કે બે જગ્યાએ સ્ટ્રોન્ગ રૂમ બનાવવામાં આવ્યા છે. જેની ચારેય તરફ સુરક્ષાકર્મીઓનો પહેરો છે. અંદર અને બહાર સીસીટીવી લગાવવામાં આવ્યા છે. તેમના આઉટપુટ પર તમામ પાર્ટીઓ અને ઉમેદવારોનો પહેરો છે. તમામ સ્તરે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.

સૌથી પહેલા ચાર ટેબર પર પોસ્ટલ બેલેટની ગણતરી
મતની ગણતરી 23 મે સવારે આઠ વાગ્યાથી શરૂ થશે. પરંતુ કામકાજ તો બુધવાર રાતથી જ શરૂ થઈ જશે. ચૂંટણી આયોગના પ્રોટોકોલ અનુસાર મતગણતરીની એક નિયત પ્રક્રિયા છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. તેના માટે ચાર ટેબલ નક્કી કરેલા હોય છે. અને ત્યાં મતગણતરી કરવામાં આવે છે.

પોસ્ટલ બેલેટ અને ETPBS બાદ EVMની ગણતરી
અનેક લોકસભા ક્ષેત્રો એવા હોય છે કે જ્યાં 30 થી 35 હજાર સુધીના પોસ્ટલ બેલેટ હોય છે. જેની ગણતરીમાં જ 8 થી 10 કલાકનો સમય લાગી જદાય છે. જે બાદ ઈલેક્ટ્રોનિક ટ્રાંસફરેબલ પોસ્ટલ બેલેટ પણ જોય હોય તો તેની ગણતરી થાય છે. તેના પર ક્યૂઆર કોડ હોય છે. આયોગના નિયમો અનુસાર આ બંનેની ગણતરી પુરી થાય તે બાદ ઈવીએમના મતોની ગણતરી શરૂ થાય છે. જેના માટે દરેક વિધાનસભા વિસ્તારના હિસાબતી સેંટરમાં 14 ટેબલ લગાવવામાં આવે છે. ટેબલીની ચારે તરફથી જાળીની ઘેરાબંધી કરવામાં આવે છે.

એક રાઉન્ડની ગણતરી થતા લાગે છે 30 થી 45 મિનિટ
દરેક ટેબલ પર એક-એક ઈવીએમ મોકલવામાં આવે છે. આવી જ રીતે દરેક વિધાનસભા વિસ્તાર માટે એકસાથી 14 ઈવીએમની ગણતરી થાય છે. જેના પર પાર્ટીના ઉમેદવારો અથવા એજન્ટો ખાસ નજર રાખે છે.

ઈવીએમ અને વીવીપેટની ચિઠ્ઠીઓ મેળવવામાં લાગે છે એક કલાક
બેલેટ યુનિટ પર જેટલા ઉમેદવારોના નામ હોય છે, તેના માટે એક-એક એજન્ટના નામ અને જાણકારીઓ દાખલ કરીને અંદર પ્રવેશ કરવા દેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આયોગ રેન્ડમલી પાંચ મશીનોને પહેલાથી જ અલગ કરી દે છે, જેની ઈવીએમ અને વીવીપેટની ચિઠ્ઠીઓ મેળવવામાં આવે છે. જેમાં એક કલાક લાગે છે. જો 5 ઈવીએમ હોય તો આ રીતે ગણતરી કરવામાં પાંચ કલાક લાગશે.

આ પણ વાંચોઃ શું લાગે છે, કોણ આવશે ? ગુજરાતીઓ માને છે...

રાત્રે 11 વાગ્યા સુધીમાં આવી શકે છે પરિણામો
ચૂંટણી પંચના કહેવા પ્રમાણે આ પ્રક્રિયામાં દરેક વિધાનસભા ક્ષેત્રની ગણતરી પૂર્ણ થવામાં પાંચ કલાકનું મોડું થશે. જો સવારે 8 વાગ્યાથી ગણતરી ચાલુ થઈ જાય તો પોસ્ટલ બેલેટની ગણતરી કરતા 10 વાગશે. જે બાદ ઈવીએમની ગણતરી શરૂ કરવામાં આવશે. જે પ્રક્રિયામાં સાંજના 6 તો વાગી જ જાશે. અને જો તેમાં ઈવીએમ અને વીવીપેટની ચિઠ્ઠીઓને જોડવામાં આવે તો 11 વાગ્યા સુધીમાં અંતિમ પરિણામો આવી શકે છે.

Loksabha 2019