લોકસભા 2019: કૉંગ્રેસને મોટો ઝટકો, માયાવતીએ ગઠબંધન કરવાથી કર્યો ઈન્કાર

12 March, 2019 05:12 PM IST  |  લખનઊ

લોકસભા 2019: કૉંગ્રેસને મોટો ઝટકો, માયાવતીએ ગઠબંધન કરવાથી કર્યો ઈન્કાર

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો

ઉત્તર પ્રદેશની સાથે અન્ય રાજ્યોમાં પણ બહુજન સમાજ પાર્ટી ન તો કોંગ્રેસની મદદ લેશે અને ન તો ગઠબંધન કરશે. બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આજે બસપાના લોકસભાના પ્રભારી, નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં કોંગ્રેસ માટે કડક વલણ અપનાવ્યું.

બસપાના અધ્યક્ષા માયાવતીએ કહ્યું કે અમે અમારું વલણ ફરી સ્પષ્ટ કરીએ છે કે આગામી લોકસભા ચૂંટણીમાં અમે કોઈ પણ રાજ્યમાં કોંગ્રેસ સાથે ન તો ગઠબંધન કરીશું કે ન તો તેની કોઈ જ મદદ લઈશું. જો તેઓ અમારી પાસે મદદ માંગશે તો અમે વિચાર કરી શકીએ છે. બસપાની આ અખિલ ભારતીય બેઠક લખનઊમાં મળી. દરેક રાજ્યના નેતાઓ સાથે માયાવતીએ અલગ અલગ બેઠક કરી અને પછી તમામ લોકોને એકસાથે બેસાડીને પાર્ટીની રણનીતિની માહિતી આપી.

આજે પણ બેઠકમાં ફરી એકવાર સ્પષ્ટ કરવામાં આવ્યું કે કોઈ પણ રાજ્યમાં બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસની સાથે કોઈ પણ પ્રકારની રાજનૈતિક સમજૂત નહીં કરે અથવા તાલમેલ કરીને ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે બસપા સાથે સપાનું ગઠબંધન પરસ્પર સન્માન અને સારી નિયત સાથે થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ માટે તે પર્ફેક્ટ ગઠબંધન છે જે ભાજપને પરાસ્ત કરવાની ક્ષમતા રાખે છે.

આ પણ વાંચોઃ UP પછી ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં પણ સપા-બસપાનું ગઠબંધન

તેમણે કહ્યું કે અમારું ગઠબંધન સામાજિક પરિવર્તનની જરૂરને પણ પુરી કરે છે. અને ભાજપને હરાવવાની ક્ષમતા રાખે છે. જેની આજે દેશહિતમાં ખૂબ જ જરૂર છે. તેમણે કહ્યું કે બસપા સાથે ચૂંટણીમાં ગઠબંધન કરવા માટે અનેક પાર્ટીઓ આતુર છે.પરંતુ અમે આવું કોઈ ગઠબંધન કરવું હિતાવહ નથી સમજતા.

mayawati congress Loksabha 2019 bahujan samaj party