લોકસભા 2019: ચોથા ચરણમાં દાવ પર લાગી છે આ દિગ્ગજોની શાખ

28 April, 2019 03:23 PM IST  |  મુંબઈ

લોકસભા 2019: ચોથા ચરણમાં દાવ પર લાગી છે આ દિગ્ગજોની શાખ

ચોથા ચરણમાં આ દિગ્ગજોની શાખ છે દાવ પર

નવ રાજ્યોની 71 લોકસભા બેઠકો પર ચોથા ચરણનું મતદાન સોમવારે થઈ રહ્યું છે. જેમાં મહારાષ્ટ્રની 17, ઓરિસ્સાની 6, ઝારખંડની 3, મધ્યપ્રદેશન 6, પશ્ચિમ બંગાળની 8, ઉત્તર પ્રદેશની 13, બિહારની 5, રાજસ્થાનની 13 અને અનંતનાગ લોકસભાના એક ભાગનો સમાવેશ થાય છે. આ ચરણમાં અનેક દિગ્ગજોના ભવિષ્યનો નિર્ણય થશે.

ઉપેંદ્ર કુશવાહા
બિહારના જાણીતા નેતા છે ઉપેંદ્ર કુશવાહા. તેઓ માનવ સંસાધન વિકાસ મંત્રી રહી ચુક્યા છે. મોદી સરકારના અનેક નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવનારા કુશવારા 10 ડિસેમ્બર 2018ના દિવસે NDAથી અલગ થયા. તેઓ રોહતાસ જિલ્લાની કેરાકત લોકસભા બેઠકથી સાંસદ છે. કુશવાહા બિહારના દિગ્ગજ નેતાઓમાંથી એક ગણાય છે. તેઓ રાજ્યસભાના પૂર્વ સભ્ય અને રાષ્ટ્રીય લોક સમિતિ પાર્ટીના નેતા છે.

ગિરીરાજ સિંહ
ગિરીરાજ સિંહ હાલ નવાદાથી સાંસદ છે, પરંતુ હવે ભાજપે તેમને બેગૂસરાયથી ઉમેદવાર બનાવ્યા છે. કેન્દ્રીય મંત્રી લડી રહ્યા હોવાના કારણે હવે આ બેઠક હાઈ પ્રોફાઈલ થઈ ગઈ છે. તેઓ બિહાર સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે.

બાબુલ સુપ્રિયો
બાબુલ સુપ્રિયો હાલ પ. બંગાળની આસનસોલ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે અને કેન્દ્રમાં મંત્રી પણ છે. તેમણે પોતાના કરિઅર સિંગર કીકે કરી હતી. અને તે બાદ તેઓ કેન્દ્રિય મંત્રીના પદ સુધી પહોંચ્યા.

માનવેન્દ્ર સિંહ
કર્નલ માનવેન્દ્ર સિંહ કોંગ્રેસના નેતા છે. તેમને રાજસ્થાનની બાડમેર બેઠકથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કારગિલ યુદ્ધમાં ભાગ લઈ ચુકેલા કર્નલ ભાજપના વરિષ્ઠ નેતા જસવંતસિંહના પુત્ર છે. તેઓ 2018માં કોંગ્રસમાં જોડાયા હતા. 2004 થી 2009 સુધી તેઓ બાડમેરથી ભાજપના સાંસદ રહી ચુક્યા છે.

ઉર્મિલા માતોંડકર
90ના દાયકામાં ભારતીય સિનેમામાં છવાઈ જનારી અભિનેત્રી ઉર્મિલાએ આ વર્ષે કોંગ્રેસ સાથે પોતાના રાજનૈતિક કરીઅરની શરૂઆત કરી છે. હાલ તે ઉત્તર મુંબઈ બેઠકથી ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટી સાથે મેદાનમાં છે. જે ભાજપનો ગઢ માનવામાં આવે છે.

સંજય નિરૂપમ
કોંગ્રેસે પોતાના મુંબઈ પ્રભારી સંજય નિરૂપમને ઉત્તર પશ્ચિમથી લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. 2014માં તેમને ગોપાલ શેટ્ટી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

પ્રિયા દત્ત
પ્રિયા દત્ત સુનીલ દત્ત અને નરગિસના પુત્રી છે. તેઓ મુંબઈ ઉત્તર પશ્ચિમથી કોંગ્રેસના લોકસભાના સાંસદ રહી ચુક્યા છે. કોંગ્રેસે હાલ તેમને મુંબઈ ઉત્તર-મધ્યથી ઉમેદવાર બનાવ્યા છે. જ્યાં તેમનો મુકાબલો ભાજપના પૂમન મહાજન સામે છે. 2014માં તેમણે પૂનમ મહાજનને હરાવ્યા હતા.

આ પણ વાંચોઃ ચોથા તબક્કામાં મુંબઈની 6 સહિત મહારાષ્ટ્રની 17 લોકસભા સીટ પર મતદાન

સાક્ષી મહારાજ
સાક્ષી મહારાજ હાલ ઉત્તર પ્રદેશની ઉન્નાવ લોકસભાથી ભાજપના સાંસદ છે. જ્યાંથી તેમને ફરી ટિકિટ આપવામાં આવી છે. તેઓ અનેક વાર પોતાના વિવાદિત નિવેદનોના કાર

Loksabha 2019 urmila matondkar congress bharatiya janata party