આગામી 24 કલાક મહત્વપૂર્ણ : સતર્ક અને સાવચેત રહો, ડરો નહીં : રાહુલ ગાંધી

23 May, 2019 09:01 AM IST  |  નવી દિલ્હી

આગામી 24 કલાક મહત્વપૂર્ણ : સતર્ક અને સાવચેત રહો, ડરો નહીં : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણી ૨૦૧૯ની મતગણતરીના એક દિવસ પહેલાં જ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને કૉંગ્રેસ કાર્યકર્તાઓના નામે સંદેશ આપ્યો. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે ‘આવતા ૨૪ કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોતાના પર અને કૉંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખે, તમારી મહેનત બેકાર જશે નહીં. સાથોસાથ એમણે એક્ઝિટ પોલના આંકડાને નકલી પણ ગણાવ્યા હતા.’

કૉંગ્રેસ અધ્યક્ષે ટ્વીટમાં લખ્યું કે ‘કૉંગ્રેસ પાર્ટીના પ્રિય કાર્યકર્તાઓ આવતા ૨૪ કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. સતર્ક અને ચૌકન્ના રહો, ડરો નહીં. તમે સત્ય માટે લડી રહ્યા છો. નકલી એક્ઝિટ પોલના દુષ્પ્રચારથી નિરાશા ન થાવ. ખુદ પર અને કૉંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો. તમારી મહેનત બેકાર જશે નહીં - જય હિન્દ.’

આ પણ વાંચો : રાબેતા મુજબ જ ગણતરી થશે : ચૂંટણી પંચ

આની પહેલાં કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાધીએ પણ કૉંગ્રેસ કાર્યકર્તાઓના નામે એક ઑડિયો રજૂ કર્યો હતો. તમામ મુખ્ય ચૅનલો તરફથી પ્રસારિત એક્ઝિટ પોલમાં બીજેપીને  બહુમતી મળવાની સંભાવનાની પૃષ્ઠભૂમિમાં કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગયા સોમવારે પાર્ટી કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું કે તેઓ અફવાઓ અને એક્ઝિટ પોલ પર ધ્યાન ન આપે અને સ્ટ્રોંગ રૂમ તથા મતગણતરી કેન્દ્ર પર જ ખડેપગે રહે.

rahul gandhi Lok Sabha Election 2019 national news congress bharatiya janata party