કૉંગ્રેસના પરાજયની 100 ટકા જવાબદારી મારી છે : રાહુલ ગાંધી

24 May, 2019 08:21 AM IST  |  નવી દિલ્હી

કૉંગ્રેસના પરાજયની 100 ટકા જવાબદારી મારી છે : રાહુલ ગાંધી

પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી

લોકસભાની ચૂંટણીનું ઑલમોસ્ટ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે એક વાર ફરી નરેન્દ્ર મોદી વડા પ્રધાન બની રહ્યા છે, ત્યારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારને સ્વીકારી લીધી છે અને તેણે નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપતાં પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘મેં ચૂંટણી અભિયાનમાં કહ્યું હતું કે જનતા માલિક છે. આજે જનતાએ પોતાનો ફેસલો આપી દીધો છે. હું પીએમ નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપું છું.’

રાહુલે કહ્યું હતું કે ‘અમારા જે ઉમેદવાર લડ્યા તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. અમારી લડાઈ વિચારધારાની લડાઈ છે. અમારે માનવું પડશે કે આ ચૂંટણીમાં મોદી જીત્યા છે. હું આ ફેસલાને કોઈ રંગ નથી આપવા માગતો. આજે કોઈ ફરક નથી પડતો કે હું આની પાછળ કયું કારણ માનું છું. ફેસલો છે કે મોદી દેશના પીએમ હશે.’

આ પણ વાંચો : Lok Sabha Election 2019: બીજેપીના પુનરાગમનનાં 11 કારણો

રાહુલે અમેઠી લોકસભા બેઠક અંગે કહ્યું હતું કે ‘અમેઠીમાં સ્મૃતિ ઈરાની જીત્યાં છે. હું ઇચ્છું છું કે સ્મૃતિ ઈરાનીજી ખૂબ પ્રેમથી અમેઠીની સારસંભાળ રાખશે. તેમને જીત માટે શુભેચ્છા આપું છું.’ સ્મૃતિ ઈરાનીને શુભેચ્છા આપતાં રાહુલે કહ્યું હતું કે ‘અમેઠીની જનતાએ તમારા પર વિશ્વાસ કર્યો છે, તેમનું ધ્યાન રાખજો.’ કૉંગ્રેસની હારની જવાબદારી સ્વીકારતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કૉંગ્રેસની હારની શતપ્રતિશત જવાબદારી મારી છે.

priyanka gandhi rahul gandhi Lok Sabha Election 2019 national news