પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરવાની તારીખ લંબાવાઇ

29 September, 2019 09:44 AM IST  |  નવી દિલ્હી

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરવાની તારીખ લંબાવાઇ

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે કરાવો લિંક

અગાઉ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પાન અને આધારકાર્ડ એકબીજા સાથે લિન્ક નહીં કરાવ્યા હોય તો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. પરંતુ સરકારે આ ડેડલાઇનને લંબાવીને ૩૧ ડિસેમ્બર કરી છે. આ પહેલાં આ નિયમ હતો કે જો તમે પાનકાર્ડ આધાર સાથે લિન્ક નહીં કરાવો તો તેને રદ કરવામાં આવશે એટલે કે તમારે નવું પાનકાર્ડ કઢાવવું પડશે, પરંતુ હવે લિન્ક ન કરાવવા પર માત્ર તે નિષ્ક્રિય થઈ જશે. એટલે કે ૧ જાન્યુઆરી-૨૦૨૦થી તમે આવકવેરા, રોકાણ અથવા લૉકર વગેરે સાથે જોડાયેલ કોઈ પણ કામ નહીં કરી શકો.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

પાનકાર્ડ-આધારકાર્ડને જોડવા માટે પહેલાં તમારે આવકવેરાની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જવું પડશે. આ વેબસાઇટ પર ડાબી બાજુએ ક્વિક લિન્કની નીચે ‘લિન્ક આધાર’નો વિકલ્પ અપાશે, તેના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે. પેજ ખુલ્યા પછી તમારે પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબરની વિગતો ભરવાની રહેશે.

national news