Punjab: અમૃતસરથી મોટી સંખ્યામાં મળ્યું RDX, એક દિવસ પહેલા ગુરદાસપુરથી થયું જપ્ત

14 January, 2022 04:21 PM IST  |  Amritsar | Gujarati Mid-day Online Correspondent

શુક્રવારે સવારે મળેલ આ વિસ્ફોટક પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન પંજાબને હલબલાવવા માટે ઉપયોગ થવાનું હતું. આ આરડીએક્સ ગામના મુખ્ય રોડની નજીક ખેતરમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું.

પ્રતીકાત્મક (ફાઇલ તસવીર)

પંજાબના ગુરદાસપુરમાં આરડીએક્સ મળ્યા પછી હવે અમૃતસરના સીમાંત ગામ ધનોએ કલાંમાં પણ મોટી માત્રામાં આરડીએક્સ મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે સવારે મળેલ આ વિસ્ફોટક પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન પંજાબને હલબલાવવા માટે ઉપયોગ થવાનું હતું. આ આરડીએક્સ ગામના મુખ્ય રોડની નજીક ખેતરમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું.

વિસ્ફોટક મળ્યા પછી સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમે આખા ગામમાં સર્ચ અભિયાન શરૂ કરી દીધો છે. આની માહિતી મળતા જ એસએસપી રાકેશ કૌશલ સહિત અન્ય અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા અને ભારત-પાક સીમાથી થોડાં અંતરે સ્થિત આ ગામ અને આસ-પાસનો સંપૂર્ણ વિસ્તાર છાવણીમાં પરિવર્તિત થઈ ગયો. હથિયાર મળ્યા પછી ઘટના સ્થળે એન્ટી બૉમ્બ સ્ક્વૉડ બોલાવવામાં આવી. તો બીજી તરફ પોલીસે થોડાક દિવસ શંકાસ્પદોની અટકમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ત્રણ દિવસમાં જપ્ત થયા અઢી કિલો વિસ્ફોટક
પંજાબમાં ચૂંટણી પહેલા આતંકી મોટી વારદાતને અંજામ આપવાની ફિરાકમાં છે. આઇએસવાઇએફના આતંકવાદી મૉડ્યૂલનો ખુલાસો કર્યા પછી પંજાબ પોલીસે રાજ્યના અનેક સ્થળે ત્રણ દિવસમાં 2.5 કિલો આરડીએક્સ જપ્ત કર્યું છે. સાથે જ એક ડેટોનેટર, કોડેક્સ તાર, 5 ફ્યૂઝ, એકે-47 રાઇફલ અને 12 કારતૂસ પણ મળ્યા છે.

પંજાબ પોલીસ મહાનિદેશક (ડીજીપી) વીકે ભાવરાએ ગુરુવારે જણાવ્યું કે આ ગુરદાસપુરના ગામ લખનપાલના રહેવાસી અમનદીપ કુમાર ઉર્ફે મંત્રીના ઇકબાલિયા નિવેદન પર જપ્ત કરવામાં આવ્યા છે. તે પઠાનકોટમાં તાજેતરમાં જ થયેલા ગ્રેનેડ હુમલાની બે ઘટનાનો મુખ્ય આરોપી છે. એસએસપી એસબીએસ નગર કંવરદીપ કૌરે જણાવ્યું કે અમનદીપના ખુલાસા બાદ ગુરદાસપુર જિલ્લામાં ટીમ મોકલવામાં આવી અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી.

અમનદીપ પ્રમાણે આ સામગ્રીનો ઉપયોગ આઇઇડી બનાવવા માટે થવાનો હતો. આ કન્સાઇન્મેન્ટ આઇએસવાયએફ (રોડે)ના સ્વ-ઘોષિત ચીફ લખબીર સિંહ રોડે જે હાલમાં પાકિસ્તાનમાં રહે છે, અને અમનદીપને પોતાના સાથી અને આ આતંકવાદી ગ્રુપના સંચાલક સુખપ્રીત સિંહ ઉર્ફે સુખ નિવાસી દીનાનગરની મદદથી આપવામાં આવી હતી.

ધરપકડાયેલ છમાંથી એક છે અમનદીપ
અમનદીપ ઉર્ફે મંત્રી ગયા સોમવારે એસબીએસ નગર પોલીસ દ્વારા ધરપકડાયેલ આઇએસવાઇએફના ચચ લોકોમાંનો એક છે. આ આરોપીઓએ પઠાનકોટ આર્મી કેમ્પ સહિત પઠાનકોટમાં બે ગ્રેનેડ હુમલા કરવાની વાત સ્વીકારી છે. પોલીસે આના કબજાથી છ હેન્ડ ગ્રેનેડ (86પી), એક પિસ્તલ (9 એમએમ), એક રાઈફલ (.30 બોર)ની સાથે કારતૂસ, અને મેગઝીન પણ જપ્ત કરવામાં આવી હતી. જૂન-જુલાઈ 2021 પછી લખબીર રોડેએ પંજાબ અને અન્ય દેશોમાં પોતાના નેટવર્ક દ્વારા આતંકવાદી મૉડ્યૂલોની એક શ્રુંખલાને ચલાવવામાં પ્રમુખતા સાથે કામ કર્યું છે. મોટી સંખ્યામાં આતંકવાદી હાર્ડવેર જેમાં આરડીએક્સ, ટિફિન આઇઇડી, આઇઇડી બનાવવા માટે વિસ્ફોટક સામગ્રી, હેન્ડ ગ્રેનેડ, ફાયર આર્મ્સ અને નશીલા પદાર્થ સામેલ છે. મુખ્યત્વે ડ્રોન અને સરહદ પાર તસ્કરોના પોતાના નેટવર્કની મદદથી આંતરરાષ્ટ્રીય સરહદ પાસ મોકલવામાં આવ્યા છે.

national news punjab