સરહદો પર શાંતિ, તો જ સંબંધો મજબૂત રહેશે

28 April, 2023 01:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાજનાથ સિંહે ચીનના સંરક્ષણપ્રધાનને સ્પષ્ટ રીતે આ વાત જણાવી

નવી દિલ્હીમાં ગઈ કાલે ચીનના સંરક્ષણપ્રધાન લિ શેંગફુની સાથે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે ચીનના સંરક્ષણપ્રધાન લિ શેંગફુની સાથે વાતચીત કરી હતી. લિ શેંગફુ ભારત દ્વારા આયોજિત શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની સંરક્ષણપ્રધાનોના સ્તરની એક મીટિંગમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવી પહોંચ્યા છે. 

આ પણ વાંચો : ભારતનો ચીનને મેસેજ, અમે છીએ તૈયાર

સંરક્ષણ મંત્રાલયે આ વાતચીત વિશે જણાવ્યું હતું કે બન્ને પ્રધાનોએ ભારત-ચીનની બૉર્ડરના વિસ્તારોમાં વિકાસ વિશે ચર્ચા કરી હતી. રાજનાથે શેંગફુને સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો મજબૂત થવાનો આધાર સરહદ પર શાંતિ જળવાય છે કે નહીં એના પર રહેલો છે. વાસ્તવિક અંકુશ રેખા પર તમામ મુદ્દાઓનો અત્યારના દ્વિપક્ષીય કરારોને અનુરૂપ જ ઉકેલ લાવવો જોઈએ. અત્યારના કરારોનો ભંગ કરવામાં આવશે તો દ્વિપક્ષીય સંબંધોના આધારનું ધોવાણ થશે. ત્રણ વર્ષ પહેલાં પૂર્વીય લદાખ સીમા પર ઘર્ષણ બાદ ચીનના સંરક્ષણપ્રધાનની આ ભારતની પ્રથમ મુલાકાત છે.

national news china rajnath singh ladakh leh new delhi defence ministry