કુંભમેળો 2019: જાણો નાગા સાધુઓની રહસ્યમયી દુનિયાનું સત્ય

15 January, 2019 09:24 PM IST  | 

કુંભમેળો 2019: જાણો નાગા સાધુઓની રહસ્યમયી દુનિયાનું સત્ય

કુંભ 2019:જાણો નાગા સાધુઓની દુનિયાને

કુંભના મેળામાં લોકો માટે એક કૌતુહલ અને આકર્ષણ સમાન નાગા સાધુઓ હોય છે. સાધુ સમાજમાં નાગા સાધુઓનું જીવન સૌથી અટપટું અને જટિલ હોય છે. સામાન્ય લોકોને ગૃહસ્થ જીવન ત્યાગી ચુકેલા આ સંન્યાસીઓનું જીવમ ખુબ જ રહસ્યમયી લાગે છે.

સામાન્ય રીતે ગેરુ કે સફેદ રંગના વસ્ત્રો ધારણ કરતા ભારતીય સાધુ સંતોથી અલગ દેખાતા આ નાગા સાધુઓના શરીર પર કોઈ જ વસ્ત્રો નથી હોતા. સામાન્ય લોકોને આ નાગા સાધુઓ દર્શન પણ નથી આપતા. તેમનો આખો સંસાર તેમના અખાડા સુધી જ સીમિત હોય છે. પરંતુ દેશમાં જ્યારે જ્યારે કોઈ કુંભ કે અર્ધકુંભનું આયોજન થાય છે ત્યારે તેઓ તેમાં સામેલ થાય છે. એમાં કોઈ શંકા નથી કે સામાન્ય લોકો માટે કે કુતૂહલનો વિષય છે, કારણ કે તેમની વેશભૂષા, ક્રિયાકલાપ, સાધનાની વિધિ અચરજ ભરી હગોય છે. તેમની સાથે વધુ એક ધારણા જોડાયેલી છે કે તેઓ ક્યારે ખુશ થશે અને ક્યારે નારાજ તેનો અંદાજ લગાડવો મુશ્કેલ છે. અને આ જ કારણે કુંભ દરમિયાન તંત્રનું ખાસ ધ્યાન તેમના પર હોય છે.

પંચ કેશનું રહસ્ય

અખાડાના વીર શૈન નાગા સાધુઓનો શ્રૃંગાર લોકોનો સૌથી વધુ આકર્ષે છે. ખાસ કરીને તેમના લાંબા વાળ. નાગા સાધુઓ 17 શ્રૃંગારોમાં પંચ કેશ સામેલ છે. અને એમાં પણ લટોને પાંચ વાર વાળીને લપેટવાનું મહત્વ છે. તેમની વિશાળ જટાઓ માટે કહેવામાં આવતું હતું કે તેઓ તેમની જટાઓને કોઈ પણ ભૌતિક સામગ્રીનો ઉપયોગ કર્યા વગર રેતી અને ભસ્મથી જ બનાવે છે.

ભસ્મથી સંવારે છે જટાઓ

રહસ્યમયી છે નાગાસાધુઓની દુનિયા

દુનિયાના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમાગમ સમાન કુંભ મેળામાં આ જૂનો અખાડો એકદમ અલગ લાગે છે. આ જ અખાડામાં નાગા સાધુઓનો જમાવડો હોય છે. જૂના અખાડાની અંદરનો નજારો લોકો માટે કોઈ રહસ્યથી ઓછું નથી. અહીં સાધુઓની જમાત આગ સામે પોતાની જટાઓનો ભસ્મથી સંવારે છે. આ નજારો જોઈને તમને લાગશે કે આ સાધુઓ માટે લાંબી જટાનું કેટલું મહત્વ છે. તેમાંથી અનેક સાધુઓની શિખાઓ દસ ફીટ સુધી લાંબી હોય છે. અહીં કોઈ પણ સંન્યાસી માટે પોતાની જટા સંભાળવી જીવ-જગતના દર્શનની વ્યાખ્યથી ઓછું પેચીદું નથી.

કોણ છે નાગા સંન્યાસી?

સંસારનો ત્યાગ કરીને રહે છે નાગાસાધુઓ

નાગા શબ્દની ઉત્પતિ સંસ્કૃત ભાષામાંથી થઈ છે, જેનો અર્થ પહાડ હોય છે. પહાડ પર રહેતા લોકો પહાડી કે નાગા સંન્યાસીઓ કહેવાય છે. તેનો એક અર્થ યુવા બહાદુક સૈનિક પણ છે. નાગાનો અર્થ વસ્ત્રો વગર રહેતા સાધુઓ પણ છે. તેઓ અલગ અલગ અખાડાઓમાં રહે છે. જેમની પરંપરા જગદ્ગુરુ આદિશંકરાચાર્યાએ કરી હતી. એવી માન્યતા છે કે નાગા સાધુના ત્રણ પ્રકારે યોગ કરે છે. જે ઠંડી સામે લડવા માટે મદદ કરે છે. આ સાથે તેઓ પોતાના વિચાર અને ખાણી-પીણીમાં સંયમ રાખે છે. નાગા સાધુ એક સૈન્ય પંથ છે. સેનાની રેજિમેન્ટની જેમ વિભક્ત હોય છે. નાગા સાધુઓ વિભૂતિ, રુદ્રાક્ષ, ત્રિશૂલ, તલવાર, શંખ અને ચિલમ ધારણ કરે છે.

અખાડાઓનું શાસ્ત્ર

કુંભમાં લાખો લોકો આસ્થાની ડુબકી લગાવે છે. એમાં સૌથી મહત્વપૂર્ણ અખાડાઓનું સ્નાન હોય છે. શૈવ, વૈષ્ણવ અને ઉદાસીન પંથના સંન્યાસીઓની માન્યતા પ્રાપ્ત કરેલા 13 અખાડા છે. પહેલા આશ્રમોને અખાડા કહેવામાં આવતા હતા. જો કે પહેલા અખાડા શબ્દ ચલણમાં નહોતો. સાધુઓના જથ્થામાં પીર અને તદ્વીર હતા. અખાડા શબ્દનું ચલસણ મુગલકાળથી શરૂ થયું. અખાડા સાધુઓનું એ દળ છે જે શસ્ત્ર વિદ્યામાં પારંગત હોય છે.

kumbh mela national news