કોલકાતાઃમમતા બેનર્જીની રેલીમાં વિપક્ષના 20 નેતાઓ એક સાથે

19 January, 2019 02:42 PM IST  |  કોલકાતા

કોલકાતાઃમમતા બેનર્જીની રેલીમાં વિપક્ષના 20 નેતાઓ એક સાથે

વિપક્ષના 20 નેતાઓ એક સ્ટેજ પર

કોલકાતામાં મમતા બેનર્જીએ બોલાવેલી યુનાઈટેડ ઈન્ડિયા રેલીમાં જનસાગર ઉમટ્યો છે. આ રેલી દ્વારા મમતા બેનર્જી અને વિપક્ષ પોતાની તાકાત દર્શાવી રહ્યો છે. કોલકાતામાં સત્તારુઢ તૃણમુલ કોંગ્રેસ ચૂંટણી જીતવામાં તમામ રેકોર્ડ તોડવા ઈચ્છે છે. તૃણમુલ કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે વિપક્ષ એક્તા રેલીમાં લગભગ 5 લાખ લોકો હાજરી આપી રહ્યા છે.

મોદી-શાહની જોડીએ દેશને ભંગાર બનાવ્યોઃકેજરીવાલ

આ રેલીમાં દિલ્હીના સીએમ કેજરીવાલે સંબોધન કર્યું. કેજરીવાલે કહ્યું,'હું સમજું છું કે આજનો દિવસ ભારતના રાજકારણમાં ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક દિવસ છે. પાછલા કેટલાક વર્ષોમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ દેશને ભંગાર બનાવી દીધો છે. દેશની જનતા હવે આ જોડીથી પરેશાન થઈ ચૂકી છે. આજના યુવાનો પાસે નોકરી નથી. મોદીજીએ યુવાનોને જુઠુ્ઠું કહીને વોટ લીધા. તેમણે વાયદો કર્યો હતો કે તે યુવાનોને કરોડો નોકરી આપશે. પરંતુ તેમણે વાયદો નથી નિભાવ્યો. ખેડૂતો પરેશાન છે. મોદી સરકાર ખેડૂતોને ઈન્સ્યોરન્સ કંપની પાસે મોકલે છે, પરંતુ તેમના હાથમાં કશું નથી આવતું'

આ પણ વાંચોઃ કોલકાતાઃવિપક્ષની મહારેલીમાં હાર્દિક પટેલ પણ હાજર

અમારી પાસે ઘણા મૂરતિયા છે, તમારી પાસે કોણ છેઃઅખિલેશ યાદવ

તો સપાના નેતા અખિલેશ યાદવે પણ આ રેલીમાં સંબોધન કર્યું. અખિલેશ યાદવે મમતા બેનર્જીને અભિનંદન આપતા સંબોધનની શરૂઆત કરી અને કહ્યું,'રેલીમાં જ્યાં સુધી નજર પહોંચે, ત્યાં સુધી લોકો જ લોકો દેખાઈ રહ્યા છે. દેશ ખતરામાં છે. બંગાળની ધરતીને હું નમન કરું છું. જે વાત બંગાળથી શરૂ થશે, તે આખા દેશમાં પહોંચશે. તેઓ પૂછે છે વડાપ્રધાનપદનો ઉમેદવાર કોણ હશે. અમે કહીશું અમારી પાસે મૂરતિયા ઘણા છે, પરંતુ તમારી પાસે કોણ છે ?'

national news mamata banerjee