Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોલકાતાઃવિપક્ષની મહારેલીમાં હાર્દિક પટેલ પણ હાજર

કોલકાતાઃવિપક્ષની મહારેલીમાં હાર્દિક પટેલ પણ હાજર

19 January, 2019 12:57 PM IST | કોલકાતા

કોલકાતાઃવિપક્ષની મહારેલીમાં હાર્દિક પટેલ પણ હાજર

કોલકાતાઃવિપક્ષની મહારેલીમાં હાર્દિક પટેલ પણ હાજર


મમતા બેનર્જીએ કોલકાતામાં બોલાવેલી મહારેલીમાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ પણ હાજર રહ્યા. લગભગ 20 જેટલા વિપક્ષના નેતાઓની સાથે હાર્દિક પટેલ પણ વિપક્ષની આ મહારેલીમાં હાજર રહ્યા. રેલીમાં સંબોધન દરમિયાન હાર્દિક પટેલે કહ્યું,' આ દેશને બચાવવા માટે આ દેશના બંધારણને બચાવવા માટે આજે સૌ એકજૂથ થયા છીએ. આ ધરતીના સપૂત સુભાષબાબુએ નારો આપ્યો હતો કે તૂમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા. સુભાષબાબુ ગોરાઓ સામે લડ્યા હતા જ્યારે મને લાગે છે કે આપણે સૌએ ભેગા થઈ ચોરો સામે લડવાનું છે. ત્યારે આપણે આ દેશને બચાવી શકીશું.'

તો આ રેલીનું આયોજન કરવા બદલ હાર્દિક પટેલે મમતા બેનર્જીનો આભાર માન્યો. આભાર માનતા હાર્દિક પટેલે કહ્યું,'આવનારી પેઢી માટે, આ દેશના બંધારણ માટે આપે જે આ જનમેદની બોલાવી છે. હું દાવા સાથે કહી શકું છું કે આ જનમેદની એવી ક્રાંતિ લાવશે કે આ દેશમાં બેઠેલી ખરાબ તાકાતો, આ દેશમાં બેઠેલા ગુંડાલોકોને એક જૂથ લઈને લડવા માટે તૈયાર છે.'



આ પણ વાંચોઃજયંતી ભાનુશાળીની હત્યા મામલે હાર્દિક પટેલના ભાજપ પર પ્રહાર


આ ઉપરાંત હાર્દિકે કહ્યું કે, આ નારાઓ એટલા બુલંદ લાગી રહ્યા છે જાણે સમુદ્રની લહેરો આવી રહી છે. જેમ સુભાષ બાબુ ગોરાઓ સામે લડ્યા એમ આપણે સાથે મળી ચોરો સામે લડીશું.


Whatsapp-channel Whatsapp-channel

19 January, 2019 12:57 PM IST | કોલકાતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK