જાણો આખરે કેમ પાકિસ્તાનમાં ઈન્ટરનેટ પર ખૂબ સર્ચ થયું PM મોદીનું ભાષણ

16 August, 2019 01:35 PM IST  |  નવી દિલ્હી | સુધીર કુમાર પાંડેય

જાણો આખરે કેમ પાકિસ્તાનમાં ઈન્ટરનેટ પર ખૂબ સર્ચ થયું PM મોદીનું ભાષણ

પાકિસ્તાનમાં ઈન્ટરનેટ પર ખૂબ સર્ચ થયું PM મોદીનું ભાષણ

જમ્મૂ કશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાની અને આર્ટિકલ 370 રદ્દ થયા બાદના વડાપ્રધાન મોદીના ભાષણ પર દેશ જ નહીં આખી દુનિયાની નજર હતી. ખાસ કરીને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને તેના દેશની. તેમને અંદેશો હતો કે વડાપ્રધાન મોદી પાકિસ્તાનનો ઉલ્લેખ કરશે, પરંતુ એવું નહીં થાય.  જો કે તો પણ લોકોએ પીએમ મોદીના ભાષણને યૂટ્યૂબ પર જોયું અને સાંભળ્યું.


વડાપ્રધાને પોતાના સંબોધનમાં ભવિષ્યની યોજનાઓ પર ભાર આપ્યો. સ્વદેશી પર બળ આપ્યું. યુવા ભારતમાં ડિજિટલને પ્રોત્સાહન આપ્યું. જે વડાપ્રધાન મોદીને લાઈવ ન સાંભળી શક્યા તેમણે યૂટ્યૂબ પર તેમના ભાષણને સર્ચ કર્યું. એટલું જ નહીં પાકિસ્તાનમાં પણ તેમનું ભાષણ સર્ચ કરવામાં આવ્યું. રાત્રિના સમયે જોવામાં આવેલા ગૂગલ ટ્રેન્ડમાં ખબર પડી કે ખૈબર પખ્તૂનખ્વા, ઈસ્લામાબાદ, સિંધ પંજાબ, બલૂચિસ્તાનમાં નરેન્દ્ર મોદી, મોદી, મોદી સ્પીચ ટુડે કીવર્ડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ યૂટયૂબ પર સર્ચ કરવામાં આવ્યું. ઈસ્લામાબાદ અને ખૈબર પખતૂનખ્વામાં તો 100 ટકા લોકોને ઉત્સુકતા જોવા મળી.


આ દેશોમાં સર્ચ કરવામાં આવ્યું ભાષણ
લાલ કિલ્લા પર આપવામાં આવેલા વડાપ્રધાનના ભાષણને યૂટયૂબ પર યૂએઈ, કતર, નેપાળ, સિંગાપુર, ઓમાન, ઑસ્ટ્રેલિયા, કનાડા, બાંગ્લાદેશ, યૂકે, યૂએસએમાં પણ સર્ચ કરવામાં આવ્યું.

ઈમરાનના નિવેદન પર PMએ મૌનથી આપ્યો જવાબ
મહત્વનું છે કે લાલ કિલ્લા પર વડાપ્રધાન મોદીએ પોતાના 92 મિનિટ લાંબા ભાષણમાં એક પણ વાર પાકિસ્તાનનું નામ ન લીધું. એ વાત અલગ છે કે એક દિવસ પહેલા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનનું ભાષણ, ભારત, પીએમ મોદી અને આરએસએસ પર જ કેન્દ્રિત હતું.

ઈમરાન ખાનની બૌખલાહટનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે તેમણે પોતાના નિવેદનમાં ત્યાં સુધી ભવિષ્યવાણી કરી દીધું કે ભારત હવે પાકિસ્તાનના કબજાના કશ્મીરમાં બાલાકોટથી પણ વધુ મોટો હુમલો કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે પુલવામા હુમલા બાદ ભારત તરફથી બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો.

narendra modi pakistan imran khan