જાણો ક્યારે ભારતની વાયુસેનામાં સામેલ થશે આપણું પહેલું રાફેલ?

09 October, 2019 12:52 PM IST  |  નવી દિલ્હી

જાણો ક્યારે ભારતની વાયુસેનામાં સામેલ થશે આપણું પહેલું રાફેલ?

રાફેલ વિમાન

રક્ષામંત્રી રાજનાથ સિંહ ફ્રાંસમાં દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરી ભારતના પહેલા રાફેલ વિમાનને રિસીવ કર્યું. આ દરમિયાન પરંપરાગત પૂજા પણ કરવામાં આવી. રાફેલના ભારતીય વાયુસેનામાં સામેલ થવાથી આપણી તાકાત અનેકગણી વધી જશે. પરંતુ વાયુસેનામાં રાફેલને સામેલ થવામાં હજુ અનેક મહિનાઓનો સમય લાગી જશે. હાલ તો રાફેલને માત્ર રિસીવ કરવામાં આવ્યું છે. રાફેલની ઉડાન ભરવા માટે હાલ તો વાયુસેનાના પાયલોટ્સની ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે. તેમાં અનેક મહિનાઓનો સમય લાગશે. 8 મહિના બાદ પહેલો રાફેલ વિમાન ભારતની ધરતી પર ઉતરશે.

ક્યારે મળશે પહેલું રાફેલ
ભારતે ફ્રાન્સ સાથે કુલ 36 રાફેલ વિમાનની ડીલ કરી છે, જે અંતર્ગત તમામ વિમાનો ભારત આવશે. દશેરાના અવસર પર રાજનાથ સિંહ આ ડીલ અંતર્ગત જ પહેલા વિમાનને રિસીવ કર્યું. આ માત્ર એક આધિકારીક હેન્ડ ઑવર હતું. હાલ ભારતનું પહેલું રાફેલ વિમાન ફ્રાન્સમાં જ રહેશે. વાયુસેનાના જવાનો ફ્રાન્સ જઈને આ વિમાનની ટ્રેનિંગ લેશે.

ભારતે ફ્રાન્સ સાથે જે 36 વિમાનોની ડીલ કરી છે, તેમાંથી 4 વિમાનોની પહેલી ખેપ ભારતને મે 2020 સુધીમાં ભારતને મળશે. આનો મતલબ એ થયો કે મે 2020 સુધીમાં આ વિમાન ભારતની ધરતી પર પહોંચશે.

ક્યાં સુધીમાં ઉડાન ભરશે રાફેલ?
હિન્દુસ્તાનની ધરતી પર મે 2020 સુધીમાં પહેલું રાફેલ આવી જશે. પરંતુ વાયુસેનાને તેનો ઉપયોગ કરવામાં સમય લાગશે. ફેબ્રુઆરી 2021 સુધીમાં આ વિમાન વાયુસેના માટે કામ કરવા લાગશે.

આ પણ જુઓઃ બાળપણથી જ લેખક બનવા માંગતા હતા 'ચાસણી'ના રાઈટર મંથન જોશી

ક્યારે ભારત પહોંચશે તમામ 36 વિમાન?
મે 2020માં રાફેલની પહેલી ખેપ પહોંચશે. જ્યારે બાકીના વિમાનોની ડિલીવરી આગામી 3 વર્ષમાં ફ્રાન્સ કરશે. આ તમામ વિમાનો પહોંચાડવાની ડેડલાઈન સપ્ટેમ્બર 2022 છે.

rafale deal national news rajnath singh france