બાળપણથી જ લેખક બનવા માંગતા હતા 'ચાસણી'ના રાઈટર મંથન જોશી

Updated: Dec 20, 2019, 21:20 IST | Adhirajsinh Jadeja
 • જીવનની મિઠાશને રજૂ કરતી ફિલ્મ ચાસણી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મની પ્રશંસા પણ થઈ રહી છે. જેનો આનંદ લેખક મંથન જોશી માણી રહ્યા છે. મંથન કહે છે કે, ચાસણી પહેલાની મારી લાઈફ મારા માટે જ હતી. હું લખતો હતો, થીએટર કરતો હતો. હવે મારે લોકો સુધી પહોંચવાનું છે.

  જીવનની મિઠાશને રજૂ કરતી ફિલ્મ ચાસણી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મની પ્રશંસા પણ થઈ રહી છે. જેનો આનંદ લેખક મંથન જોશી માણી રહ્યા છે. મંથન કહે છે કે, ચાસણી પહેલાની મારી લાઈફ મારા માટે જ હતી. હું લખતો હતો, થીએટર કરતો હતો. હવે મારે લોકો સુધી પહોંચવાનું છે.

  1/15
 • મંથન લેખક હોવાની સાથે અભિનેતા, મિમિક્રી આર્ટિસ્ટ પણ છે. રેડિયોમાં કન્ટેન્ટ રાઈટિંગ પણ કર્યું છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ મંથને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

  મંથન લેખક હોવાની સાથે અભિનેતા, મિમિક્રી આર્ટિસ્ટ પણ છે. રેડિયોમાં કન્ટેન્ટ રાઈટિંગ પણ કર્યું છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ મંથને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

  2/15
 • મંથન મેથ્સ અને ફીઝિક્સમાં સારા હતા. એટલે તેમના પરિવારને એમ હતું કે તેઓ એન્જિનિયરિંગમાં જશે તો સારી રીતે પાસ થશે અને સરકારી નોકરી મળી જશે. મંથન એન્જિનિયરિંગમાં ગયા પણ ખરા. જ્યાં સુધી તેમાં રીસર્ચ કરવાનું હતું ત્યાં સુધી તેમને મજા આવી, પણ જ્યારે ગોખવાનું શરૂ થયું ત્યારે તેમનું મન ઉઠી ગયું.

  મંથન મેથ્સ અને ફીઝિક્સમાં સારા હતા. એટલે તેમના પરિવારને એમ હતું કે તેઓ એન્જિનિયરિંગમાં જશે તો સારી રીતે પાસ થશે અને સરકારી નોકરી મળી જશે. મંથન એન્જિનિયરિંગમાં ગયા પણ ખરા. જ્યાં સુધી તેમાં રીસર્ચ કરવાનું હતું ત્યાં સુધી તેમને મજા આવી, પણ જ્યારે ગોખવાનું શરૂ થયું ત્યારે તેમનું મન ઉઠી ગયું.

  3/15
 • પરીસ્થિતિ એવી હતી કે એકવાર એન્જિનિયરિંગમાં એડમિશન લીધા પછી તમારે તે પુરું તો કરવું જ પડે. નહીં તો તમારે ચાર વર્ષની ફી આપવી પડે. જે પોસાય એમ નહોતું. એટલે તેમણે એન્જિનિયરિંગ પુરું કરવાનું નક્કી કર્યું. સાથે સાથે લખવાનું પણ ચાલુ રાખ્યું.

  પરીસ્થિતિ એવી હતી કે એકવાર એન્જિનિયરિંગમાં એડમિશન લીધા પછી તમારે તે પુરું તો કરવું જ પડે. નહીં તો તમારે ચાર વર્ષની ફી આપવી પડે. જે પોસાય એમ નહોતું. એટલે તેમણે એન્જિનિયરિંગ પુરું કરવાનું નક્કી કર્યું. સાથે સાથે લખવાનું પણ ચાલુ રાખ્યું.

  4/15
 • મંથન કૉલેજના સમયમાં કવિતાઓ, બ્લોગ લખતા હતા. તેમણે લખેલું સૌથી પહેલું નાટક ચિત્રલેખાની મુંબઈમાં સ્પર્ધા થાય છે તેમાં ફાઈનલ થયું અને સુરતમાં પણ સ્પર્ધામાં ફાઈનલમાં આવ્યું. એટલે મંથનને પબ્લિક સુધી આવવામાં વાર ન લાગી.

  મંથન કૉલેજના સમયમાં કવિતાઓ, બ્લોગ લખતા હતા. તેમણે લખેલું સૌથી પહેલું નાટક ચિત્રલેખાની મુંબઈમાં સ્પર્ધા થાય છે તેમાં ફાઈનલ થયું અને સુરતમાં પણ સ્પર્ધામાં ફાઈનલમાં આવ્યું. એટલે મંથનને પબ્લિક સુધી આવવામાં વાર ન લાગી.

  5/15
 • નાનપણથી જ એક વાત તેમને મગજમાં હતી, કે બનવું તો લેખક છે. સેકન્ડ યરમાં તેમણે નોવેલ પણ લખી હતી. જો કે હજી તે છપાઈ નથી. જૂના 2016માં તેમણે એન્જિનિયરિંગ પુરું કર્યું અને જુલાઈ 2016માં તેમને માય એફએમમાં કોપી રાઈટરની જોબ મળી ગઈ.

  નાનપણથી જ એક વાત તેમને મગજમાં હતી, કે બનવું તો લેખક છે. સેકન્ડ યરમાં તેમણે નોવેલ પણ લખી હતી. જો કે હજી તે છપાઈ નથી. જૂના 2016માં તેમણે એન્જિનિયરિંગ પુરું કર્યું અને જુલાઈ 2016માં તેમને માય એફએમમાં કોપી રાઈટરની જોબ મળી ગઈ.

  6/15
 • મંથન કહે છે કે, આ જોબમાં હું ઘણું શીખ્યો. રેડિયોમાં જ્યારે ગયો ત્યારે કોપી રાઈટિંગ કે એડવર્ટાઈઝિંગ શું છે એ ખબર નહોતી. પછી ધીમે ધીમે બધું શીખ્યો અને દોઢ વર્ષમાં ત્રણ હજાર કરતા વધારે એડ લખી.

  મંથન કહે છે કે, આ જોબમાં હું ઘણું શીખ્યો. રેડિયોમાં જ્યારે ગયો ત્યારે કોપી રાઈટિંગ કે એડવર્ટાઈઝિંગ શું છે એ ખબર નહોતી. પછી ધીમે ધીમે બધું શીખ્યો અને દોઢ વર્ષમાં ત્રણ હજાર કરતા વધારે એડ લખી.

  7/15
 • ચાસણી કેવી રીતે મળી તેની વાત કરતા મંથન કહે છે કે, સુરતની એક ઈવેન્ટ તેમણે લખી હતી અને ડાયરેક્ટ ચાસણીના ડાયરેક્ટર મંથન પુરોહિત અને અભિન્ન શર્માએ કરી હતી. ત્યારથી જ હતું કે સાથે કામ કરવું છે. ચાસણી જેણે પ્રોડ્યુસ કર્યું છે તે શુકુલ શોબીઝ સાથે પણ મંથને કામ કર્યું છે.

  ચાસણી કેવી રીતે મળી તેની વાત કરતા મંથન કહે છે કે, સુરતની એક ઈવેન્ટ તેમણે લખી હતી અને ડાયરેક્ટ ચાસણીના ડાયરેક્ટર મંથન પુરોહિત અને અભિન્ન શર્માએ કરી હતી. ત્યારથી જ હતું કે સાથે કામ કરવું છે. ચાસણી જેણે પ્રોડ્યુસ કર્યું છે તે શુકુલ શોબીઝ સાથે પણ મંથને કામ કર્યું છે.

  8/15
 • ચાસણીનો ફર્સ્ટ પ્લોટ મંથને ડિરેક્ટર્સ સાથે બેસીને નક્કી કર્યો હતો. બાદમાં જ્યારે ફિલ્મ લખવાની આવી ત્યારે આસપાસની ઘટના અને રીઅલ લાઈફના કિસ્સાઓમાં તેમાં ઉમેર્યા અને આ રીતે ફિલ્મ બની.

  ચાસણીનો ફર્સ્ટ પ્લોટ મંથને ડિરેક્ટર્સ સાથે બેસીને નક્કી કર્યો હતો. બાદમાં જ્યારે ફિલ્મ લખવાની આવી ત્યારે આસપાસની ઘટના અને રીઅલ લાઈફના કિસ્સાઓમાં તેમાં ઉમેર્યા અને આ રીતે ફિલ્મ બની.

  9/15
 • મંથન કહે છે કે ચાસણીનું પ્રોડક્શન હાઉસ, રાઈટર, મ્યુઝિક ડિરેક્ટર, ડિરેક્ટર તમામ લોકો નવા હતા. અમારો કન્સર્ન એ હતો કે અમારી વાત સરળ રીતે લોકો સુધી પહોંચી જાય અને મને લાગે છે એમાં અમે સફળ થયા.

  મંથન કહે છે કે ચાસણીનું પ્રોડક્શન હાઉસ, રાઈટર, મ્યુઝિક ડિરેક્ટર, ડિરેક્ટર તમામ લોકો નવા હતા. અમારો કન્સર્ન એ હતો કે અમારી વાત સરળ રીતે લોકો સુધી પહોંચી જાય અને મને લાગે છે એમાં અમે સફળ થયા.

  10/15
 • મૂળ પાલનપુરમાં આવેલા મેમદપુરના મંથન કહે છે કે લખતો તો હું વર્ષોથી હતો. પરંતુ ચાસણીથી હું મેઈન સ્ટ્રીમમાં આવ્યો. મંથનને રાઈટિંગની સાથે મ્યુઝિક અને પેઈન્ટિંગમાં પણ રસ છે. તેમને ડાયરેક્ટર પણ બનવું છે.

  મૂળ પાલનપુરમાં આવેલા મેમદપુરના મંથન કહે છે કે લખતો તો હું વર્ષોથી હતો. પરંતુ ચાસણીથી હું મેઈન સ્ટ્રીમમાં આવ્યો. મંથનને રાઈટિંગની સાથે મ્યુઝિક અને પેઈન્ટિંગમાં પણ રસ છે. તેમને ડાયરેક્ટર પણ બનવું છે.

  11/15
 • જીવનના ટર્નિંગ પોઈન્ટ વિશે વાત કરતા મંથન કહે છે કે, મારા દાદાને કેન્સર હતું. જેમની મે ચાર મહિના સેવા કરી. એ સમય એવો હતો કે મારી સાથે ફિક્શન જેવું જ બની રહ્યું હતું. મારા દાદાની એ સમયે જીવવાની જીજીવિષા અને તેમણે મને જે જીવનની શીખ આપી, તે મારા માટે મારા જીવનનો મહત્વનો વળાંક બની રહી.

  જીવનના ટર્નિંગ પોઈન્ટ વિશે વાત કરતા મંથન કહે છે કે, મારા દાદાને કેન્સર હતું. જેમની મે ચાર મહિના સેવા કરી. એ સમય એવો હતો કે મારી સાથે ફિક્શન જેવું જ બની રહ્યું હતું. મારા દાદાની એ સમયે જીવવાની જીજીવિષા અને તેમણે મને જે જીવનની શીખ આપી, તે મારા માટે મારા જીવનનો મહત્વનો વળાંક બની રહી.

  12/15
 • મંથનને વાંચવાનો ખૂબ જ શોખ છે. તેમની પાસે 600 થી 650 જેટલા પુસ્તકોનું કલેક્શન છે. મંથન કહે છે કે પહેલા હું ક્રિકેટની પાછળ પાગલ હતો. પરંતુ એક પુસ્તકે મને ક્રિકેટ ભુલાવી દીધું અને ત્યારથી જ પુસ્તકો સાથે પ્રેમ થઈ ગયો.

  મંથનને વાંચવાનો ખૂબ જ શોખ છે. તેમની પાસે 600 થી 650 જેટલા પુસ્તકોનું કલેક્શન છે. મંથન કહે છે કે પહેલા હું ક્રિકેટની પાછળ પાગલ હતો. પરંતુ એક પુસ્તકે મને ક્રિકેટ ભુલાવી દીધું અને ત્યારથી જ પુસ્તકો સાથે પ્રેમ થઈ ગયો.

  13/15
 • ચાસણી બાદ મંથન બીજી બે ફિલ્મો પર પણ કામ કરી રહ્યા છે. મંથન કહે છે કે મને અત્યારથી કોઈ રાઈટર કહે તો અજુગતું લાગે છે. કારણ કે હું માનું છું કે પહેલી ત્રણ ફિલ્મ સુધી તમે રાઈટર નથી કહેવાતા. ત્રણ ફિલ્મો પછી જ તમારી ખરી પરીક્ષા થાય છે.

  ચાસણી બાદ મંથન બીજી બે ફિલ્મો પર પણ કામ કરી રહ્યા છે. મંથન કહે છે કે મને અત્યારથી કોઈ રાઈટર કહે તો અજુગતું લાગે છે. કારણ કે હું માનું છું કે પહેલી ત્રણ ફિલ્મ સુધી તમે રાઈટર નથી કહેવાતા. ત્રણ ફિલ્મો પછી જ તમારી ખરી પરીક્ષા થાય છે.

  14/15
 • પોતાના લક્ષ્ય વિશે મંથન કહે છે કે, તેમની પાસે એવા 3 વિચારો છે , જે એમના પોતાના જ છે. આ વિચારોને લોકો સુધી સારામાં સારી રીતે પહોંચાડવા એ જ તેમનું ધ્યેય છે. મંથનની આ સફર એવા તમામ લોકો માટે પ્રેરણા સમાન છે જેઓ પોતાને ગમતું કામ કરવા માંગે છે, અને પોતાના ધ્યેયને વળગી રહે છે.

  પોતાના લક્ષ્ય વિશે મંથન કહે છે કે, તેમની પાસે એવા 3 વિચારો છે , જે એમના પોતાના જ છે. આ વિચારોને લોકો સુધી સારામાં સારી રીતે પહોંચાડવા એ જ તેમનું ધ્યેય છે. મંથનની આ સફર એવા તમામ લોકો માટે પ્રેરણા સમાન છે જેઓ પોતાને ગમતું કામ કરવા માંગે છે, અને પોતાના ધ્યેયને વળગી રહે છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મ જગતમાં જુલાઈમાં રીલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ ચાસણી સફળ રહી છે. સંબંધોના તાણાવાણા ગુંથતી આ ફિલ્મના લેખકોમાંથી એક છે મંથન જોશી. ચાલો જાણીએ કેવી રીતે ચાસણી પછી બદલાયું છે મંથન જોશીનું જીવન અને કેવી રહી છે તેમની સફર...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK