રાફેલની મારક ક્ષમતા સામે ક્યાંક નથી પાકિસ્તાનનું F-16, જાણો તેની ખાસિયત

08 October, 2019 04:32 PM IST  |  નવી દિલ્હી

રાફેલની મારક ક્ષમતા સામે ક્યાંક નથી પાકિસ્તાનનું F-16, જાણો તેની ખાસિયત

રફાલ જેટ

ભારતને રાફેલ વિમાન મળી ચુક્યા છે. આ વિમાન ભારતમાં આવવાની સાથે પાકિસ્તાનની સામે વાયુક્ષેત્રમાં ભારતનો દબદબો શરૂ થશે. કહેવામાં આવી રહ્યું છે કે રાફેલના આવવાથી ભારતની ક્ષમતામાં વધારો થશે. આ અનેક ખુબીઓ વાળા રડાર વૉર્નિંગ રિસીવર, અનેક લો લેન્ડ જામર, દસ કલાક સુધીનું ડેટા રેકોર્ડિંગ, ઈઝરાયેલી હેલ્મેટ ઉભાર વાળું ડિસ્પ્લે જેવી ક્ષમતાઓ ધરાવે છે. આવો જાણીએ કે તે પાકિસ્તાનના એફ-16 કરતા કેમ વધારે સારું છે.

તેના રડાર સિસ્ટમ આગળ ક્યાંય નથી પાકિસ્તાનનું એફ-16
રાફેલમાં જેટલું તગડું રડાર સિસ્ટમ છે એટલું એફ-16માં નથી. રાફેલના રડાર સિસ્ટમ 100 કિમીના દાયરામાં એકવારમાં એકસાથે 40 ટાર્ગેટની ઓળખ કરી શકે છે જ્યારે પાકિસ્તાનનો એફ-16નું રડાર સિસ્ટમ માત્ર 84 કિમીના દાયરામાં 20 ટાર્ગેટની ઓળખ કરી શકે છે.

આ હથિયારો સામે નથી એફ-16ની વિસાત
રાફેલ મીટિઅર અને સ્કાલ્પ મિસાઈલ સાથે ઉડાન ભરી શકે છે. તે 150 કિમીથી વધારેના અંતર પર સટીક નિશાન લગાવવામાં સક્ષમ છે. એટલું જ નહીં તે મિસાઈલ્સ જેટથી લઈને નાના માનવ રહિત વિમાનોની સાથે ક્રૂઝ મિસાઈલને પણ ધ્વસ્ત કરી શકે છે.

આ પણ જુઓઃ શું તમને ખબર છે લાખોની 'ડ્રીમ ગર્લ' નુસરત ભરૂચા ગુજરાતી છે!

ક્લાઈમ્બ રેટનો નથી મુકાબલો
રાફેલ માત્ર એક મિનિટમાં 60 હજાર ફુટની ઊંચાઈ સુધી જઈ શકે છે. આ 17 હજાર કિગ્રા ઈંધણની ક્ષમતાથી સજ્જ છે. આ રીતે દરેક મોસમમાં એક સાથે અનેક કામ કરવામાં સક્ષમ છે.

rafale deal pakistan