લાલ કિલ્લા પરથી બોલ્યા PM મોદી,92 મિનિટના ભાષણમાં આપ્યો 75 દિવસનો હિસાબ

15 August, 2019 04:17 PM IST  |  નવી દિલ્હી

લાલ કિલ્લા પરથી બોલ્યા PM મોદી,92 મિનિટના ભાષણમાં આપ્યો 75 દિવસનો હિસાબ

લાલ કિલ્લા પરથી બોલ્યા PM મોદી

73માં સ્વતંત્રતા પર્વ પર લાલ કિલ્લા પરથી આજે વડાપ્રધાન મોદીએ તિરંગો ફરકાવ્યો. સાથે જ પોતાની સરકારની અત્યાર સુધીની કામગીરીનો હિસાબ આપ્યો. તેમણે કહ્યું કે સરકારના બીજા કાર્યકાળના 10 અઠવાડિયાની અંદર જ અનેક મહત્વના પગલા લીધા. જેમાં જમ્મૂ કશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો અને ટ્રિપલ તલાક સામે કાયદો બનાવવાનો જેવા મોટા પગલા સામેલ છે. જાણો પીએમ મોદીના ભાષણના મહત્વના અંશો..

'ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ'નું પદ બનાવવાની ઘોષણા
સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ સેનાની ત્રણેય પાંખના પ્રમુખ તરીકે ચીફ ઑફ ડિફેન્સનું પદ બનાવવાનું એલાન કર્યું. તેમણે કહ્યું કે સીડીએસ સેનાના ત્રણેય અંગો વચ્ચે તાલમેળ સુનિશ્ચિત કરશે.

જનસંખ્યા વિસ્ફોટ પર વ્યક્ત કરી ચિંતા
વડાપ્રધાન મોદીએ દેશમાં જનસંખ્યાના વિસ્ફોટ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તે આવનારી પેઢી માટે નવા પડકારો સમાન છે. જેનો સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે પગલા લેવા જોઈએ. સમાજનો જે વર્ગ પોતાનો પરિવાર નાનો રાખે છે, તે સન્માનના હકદાર છે.  જે તેઓ કરી રહ્યા છે કે એક પ્રકારની દેશભક્તિ છે.

એક ભારત-શ્રેષ્ઠ ભારત માટે એક રાષ્ટ્ર, એક ચૂંટણી જરૂરી
વડાપ્રધાન મોદીએ ફરી એકવાર લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવાની જરૂર પર ભાર મુક્યો. વડાપ્રધાને કહ્યું કે એક રાષ્ટ્ર, એક ચૂંટણીની અવધારણાને મહાન બનાવવા માટે જરૂરી છે. તેમણે કહ્યુંકે ભારત એક સાથે ચૂંટણી કરાવવાની વાત કરી રહ્યું છે તે સારી વાત છે.

આવતા પાંચ વર્ષોમાં પાંચ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા સંભવ
વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી પોતાની સરકારના પાંચ ટ્રિલિયનના લક્ષ્યાંક વિશે પણ વિસ્તારથી ચર્ચા કરી. પીએમ મોદીએ કહ્યું કે, 130 કરોડ દેશવાઈઓ તો નાની વસ્તુઓને લઈને ચાલે તો પણ સપનું સાકાર થઈ જશે. અનેક લોકોને આ મુશ્કેલ લાગે છે પરંતુ આ સંભવ છે. 2014 થી 2019 સુધીમાં આપણે બે થી 5 ટ્રિલિયન ડૉલર પર પહોંચ્યો તો આગામી પાંચ વર્ષોમાં આ સંભવ છે.

ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે બંધ
વડાપ્રધાને પર્યાવરણને અનુકુળ ખેતી પર ભાર મુક્યો. તેમણે ખેડૂતોને રસાયણિક ખાતરનો ઉપયોગ ધીમે ધીમે કરીને બંધ કરવાનું આહ્રાન કરયું. અને ધરતીના સ્વાસ્થ્ય વિશે વિચારવાનું કહ્યું.

વડાપ્રધાનનો ઈશારામાં કોંગ્રેસ પર હુમલો
વડાપ્રધાન મોદીએ જમ્મૂ કશ્મીર મામલે કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું. તેમણે નામ લીધા વિના કહ્યું કે, જે લોકો 370ના પક્ષમાં વકીલાત કરે છે તેમને દેશ પૂછી રહ્યો છે કે જો આ આર્ટિકલ એટલો મહત્વનો હતો. તો 70 વર્ષ સુધી પ્રચંડ બહુમતિ હોવા છતા તેને સ્થાયી કેમ ન કર્યો? આજે જ્યારે હું લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરી રહ્યો છું ત્યારે ગર્વ સાથે કહી શકું છું કે એક દેશ એક બંધારણ.

સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરો બંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના મોકા પર પોતાના સંબોધનમાં લોકોને પ્લાસ્ટિક બેગનો વપરાશ ન કરવાનો અને તેનાથી દૂર રહેવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે ગાંધીજીની 150મી જન્મજયંતિ પર આપણે સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરીએ. ઘરેથી બેગ સાથે લઈને જ જઈએ.

ભ્રષ્ટાચાર ઉધઈ જેવો, વ્યવસ્થા ચલાવનારાઓના દિમાગમાં બદલાવ જરૂરી

તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર અને કાળું નાણું સમાપ્ત કરવા માટે લેવામાં આવેલું દરેક પગલું સ્વાગત કરવા લાયક છે. આ સમસ્યાઓના કારણે દેશને છેલ્લા 70 વર્ષમાં ઘણું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે અમે હંમેશા ઈમાનદારીને પુરસ્કૃત કરીશું.  ભ્રષ્ટાચાર ઉધઈની જેમ આપણા જીવનમાં ઘુસી ચુક્યો છે. બીમારી એટલી ફેલાયેલી છે કે તેને સરખી થવામાં સમય લાગી રહ્યો છે.

આ પણ જુઓઃ 73મું સ્વતંત્રતા પર્વઃ ફરી યાદ કરીએ એ ઐતિહાસિક દિવસો તસવીરો સાથે...

જલ જીવન મિશનમાં ખર્ચવામાં આવશે 3.5 લાખ કરોડ
વડાપ્રધાન મોદીએ જળ સંકટ મામલે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવાના અનેક પ્રયાસો થયા છે. પરંતુ હકીકત એ છે કે હજુ પણ અનેક ઘરો એવા છે જેમાં પીવાનું પાણી નથી મળ્યું. જેથી આવનારા દિવસોમાં અમે જલ જીવન મિશનને આગળ લઈને ચાલશું. જેની પાછળ સાડા ત્રણ લાખ કરોડનો ખર્ચ કરીશું.


independence day narendra modi