જાણો, CAB અને NRC વચ્ચે શું છે તફાવત....

11 December, 2019 03:51 PM IST  |  Mumbai

જાણો, CAB અને NRC વચ્ચે શું છે તફાવત....

નાગરિકતા બિલ

છેલ્લા ઘણા સમયથી CAB બિલને લઇને ભારતમાં માહોલ ગરમ છે. લોકસભામાં નાગરિકતા બિલ પસાર થયા બાદ તેને લઇને દેશભરમાં ક્યાક વિરોધ પ્રદર્શન તો ક્યાંક સમર્થન થઇ રહ્યા છે. તેવામાં અન્ય દેશો પણ નાગરિકતા બિલને લઇને પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. તો બીજી તરફ NRC બીલની પણ ચર્ચાએ હવા પકડી છે. ત્યારે અમે તમને જણાવીશું કે CAB અને NRC બિલ શું છે અને બંને વચ્ચે શું તફાવત છે.

જાણો, NRC બિલનો મુળ ઉદ્દેશ શું છે...
તમને જણાવી દઇએ કે NRC બિલનો મુળ ઉદ્દેશ આપણાં પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિકતાના આધારે હેરાનગતીનો ભોગ બનેલા ગેર-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાનો છે. આ બિલમાં પાડોશી દેશોમાં રહેલા અલ્પસંખ્યક ધર્મના લોકો જેવા કે શીખ, જૈન, બૌદ્ધ, ઇસાઈ અને પારસીને કેટલીક શરતોને આધારે ભારતીય નાગરિકતા આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. નવા બિલમાં એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસેલા લોકો અને પાડોશી દેશના અત્યાચારો બાદ ભારતીય નાગરિકતા માગનાર લોકોની વચ્ચે અંતર રાખવામાં આવે, જેથી બંન્નેને અલગ ગણી શકાય.

જાણો, CAB થી કેટલું જુદૂ છે NRC બિલ...
લોકસભામાં CAB ભિલ પસાર થતાં NRC બિલ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે તમને જણાવી દઇએ કે NRC બિલ CAB બિલ કેટલું જુદૂ છે. NRC (નેશનલ સિટીઝન રજિસ્ટર) ની રચનાનો મુખ્ય ઉદ્દેશ આસામમાં રહેતા ઘૂસણખોરોની ઓળખ કરવાનો છે. જ્યારે CAB (નાગરિકતા સંશોધન) બિલનો ઉદ્દેશ આપણાં પાડોશી મુસ્લિમ દેશમાં રહેતા સ્થાનિક લઘુમતી સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવાનો છે, જે દમનનો ભોગ બન્યાં હતાં. આસામમાં રહેતા મોટાભાગના ઘૂસણખોર બાંગ્લાદેશી છે, જે ગેરકાયદેસર રીતે ભારતમાં ધૂસ્યાં છે, તો બીજી તરફ નવા નાગરિકતા સુધારણા બિલ CABને આધારે જ પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા લઘુમતી સમુદાયના લોકોની ભારતીય નાગરિકતા આપવાની વાત છે. જેનો આસામમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ અંગે ઉત્તર-પૂર્વના મૂળ નિવાસી લોકોનું કહેવું છે કે, આ બિલ બહારથી આવીને ભારતીય નાગરિકતા બનેલા લોકોની ઓળખ અને આજીવિકા માટે ખતરારૂપ છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

જાણો, નાગરિકતા અધિનિયમ 1995 શું છે...
ભારતમાં નાગરિક અધિનિયમ વર્ષ 1955 માં લાગુ પડ્યો હતો. એ સમયે જણાવવામાં આવ્યું હતું કે, કોઈ પણ વિદેશી નાગરિકને કેટલીક શરતો પર ભારતની નાગરિકતા આપવામાં આવશે. આ સાથે જ ભારતીય નાગરિકતા મેળવવા માટે કેટલીક શરતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. જો કે, બાદમાં આ બિલમાં પાંચવાર સુધારા કરાયા છે. જેમાં વર્ષ 1986, 1992, 2003, 2005 અને 2015માં સુધારા થતા રહ્યાં. હાલના બંધારણીય કાયદા મુજબ, ભારતીય નાગરિકતા મેળવવા ભારતમાં ઓછામાં ઓછા 11 વર્ષ સુધી રહેવું ફરજીયાત છે, પરંતુ કેન્દ્ર સરકારના નવા બિલમાં કેટલાક સમુદાયના લોકોની વર્ષ અવધિ 11ની જગ્યાએ 6 વર્ષ કરી દેવાઈ છે. જેમાં 31 ડિસેમ્બર, 2014 અથવા આ પહેલાં આવેલા ગેર-મુસ્લિમો પણ નિયમને આધારે ભારતીય નાગરિકતા માટે યોગ્ય ગણાશે. જો ગેર-મુસ્લિમો પાસે જરૂરી દસ્તાવેજો નહીં હોય તો પણ એમને કોઈ પણ પ્રકારની જેલ નહીં થાય. હવે વિરોધ વર્ષ અવધિનો પણ છે.

national news