18 મહિનામાં રિટાયર થવાના હતા શહીદ હેમરાજ મીણા

19 February, 2019 06:17 PM IST  | 

18 મહિનામાં રિટાયર થવાના હતા શહીદ હેમરાજ મીણા

હેમરાજ મીણા

પુલવામાં આતંકવાદ હુમલામાં (Pulwama Terror Attack) શહીદ થનાર 40 સીઆરપીએફ જવાનોમાંથી પાંચ રાજસ્થાનના છે. તેમાંથી એક છે, કોટા જિલ્લાના સાંગોદ ક્ષેત્રમાં સ્થિત વિનોદ કલાં ગામના 43 વર્ષીય હેમરાજ મીણા. તેમણે લગભગ 18 વર્ષ પહેલા સીઆરપીએફમાં નોકરી શરૂ કરી હતી અને 61મી બટાલિયનમાં સેવા આપી રહ્યા હતા. તે એક દિવસ પહેલા પોતાની બટાલિયનમાં ડ્યૂટી પર પહોંચ્યા હતા. ઘરમાંથી વિદાય થતાં પહેલાં તેમણે પરિવારને વિશ્વાસ અપાવ્યો હતો કે તે 20 દિવસમાં પાછા આવશે. તે પાછા તો ચાર દિવસ પછી જ પહોંચી ગયા પણ, ત્રિરંગામાં લપેટાઈને.

હેમરાજ મીણા પરિવાર

મીડિયા સાથે વાત કરતા તેમના મોટાભાઈ રામબિલાસે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર જતા પહેલા હેમરાજ મહારાષ્ટ્રના નાગપુરમાં ટ્રેનિંગ પર ગયા હતા. ટ્રેનિંગથી પાછા આવતી વખતે સોમવારે રાતે તે થોડાંક સમય માટે ગામ આવ્યા હતા. થોડાંક કલાકો ઘરે વિતાવ્યા બાદ મંગળવારે સવારે લગભગ છ વાગ્યે જ તે ગામમાંથી નીકળી ગયા હતા. બુધવારે તે જમ્મૂ-કાશ્મીર પહોંચ્યા હતા. મંગળવારે સવારે ઘરથી નીકળતી વખતે હેમરાજે પત્નીને કહ્યું હતું કે તે 20 દિવસમાં પાછા આવી જશે. ત્યાર બાદ આખા પરિવારે ફરવા જવાનું હતું.

CRPF શહીદ

હેમરાજના પહોંચવાના આગલા દિવસે ગુરુવારે તેમની બટાલિયન જમ્મૂથી શ્રીનગર માટે રવાના થઈ હતી. એ જ દરમિયાન સીઆરપીએફના કાફલા પર આત્મધાતી હુમલો થયો, જેમાં હેમરાજ સહિત 40 જવાન શહીદ થઈ ગયા. ભાઈ રામબિલાસે જણાવ્યું કે બપોરે મીડિયા પરથી હુમલાની માહિતી મળી. ત્યાર બાદ દીકરીઓની અધિકારીઓ સાથે વાત થઈ. ત્યાર બાદ તેમણે પણ અધિકારીઓ સાથે વાત કરી, ત્યારે તેણે અને તેના આખા પરિવારને હેમરાજની શહીદી પર વિશ્વાસ થયો.

આ પણ વાંચો : પુલવામા હુમલો: સેનાની ચેતવણી, આતંકીઓને મદદ કરશો તો છોડવામાં નહી આવે

18 મહિના હતા રિટાયરમેન્ટ

હેમરાજ છેલ્લા ત્રણ વર્ષથી કાશ્મીરમાં જ તહેનાત હતા. આ પહેલા તે લાંબા સમય સુધી નક્સલ પ્રભાવિત ક્ષેત્રમાં તહેનાત રહ્યા. તેમની નોકરીમાં 18 મહિના જ બાકી હતા. 18 મહિના પછી તેમને સેવાનિવૃત્તિ મળવાની હતી. તેમની પત્ની મધુબાલાએ જણાવ્યું કે લગ્ન સમયે હેમરાજ સીઆરપીએફમાં નહોતા. લગ્ન પછી તેમને નોકરી મળી હતી. તેમણે વિચાર્યુ હતું કે રિટાયરમેન્ટ પછી ખુશી-ખુશી જીવન વિતાવશે, પણ શું ખબર હતી કે માત્ર 18 મહિનાની નોકરીમાં આવો દિવસ જોવા મળશે.

terror attack pulwama district