જાણો કોણ છે એપી સિંહ, જેમના કારણે વારંવાર ટળી દોષીઓની ફાંસી

20 March, 2020 11:16 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

જાણો કોણ છે એપી સિંહ, જેમના કારણે વારંવાર ટળી દોષીઓની ફાંસી

એપી સિંહ (નિર્ભયા કેસ દોષીઓના વકીલ)

નિર્ભયા કેસમાં દોષીઓના વકીલ એપી સિંહ કાયદાકીય દાવપેચથી દોષીઓની ફાંસીને ટાળતાં રહ્યા. તેમના વિશે વધુ...

નિર્ભયા કેસમાં આજે ચારેય દોષીઓને ફાંસી થઈ ગઇ. ઘણાં સમયથી ચાલતાં આ કેસમાં એક નામ જેને હવે કોઇપણ પરિચયની જરૂર નથી તે છે એપી સિંહ. એપી સિંહ નિર્ભયા કેસમાં દોષીઓ તરફથી કેસ લડી રહ્યા હતા. તે દોષીઓનો બચાવ કરી રહ્યા હતા.

આ આખા કેસમાં ઘણાં સમય સુધી ટાળવાનું કારણ એપી સિંહના કાયદાકીય દાવપેચ રહ્યા. તે સતત હાઇ કોર્ટ સુદીમાં કાયદાકીય દાવપેચ દ્વારા દોષી વિનય કુમાર શર્મા, પવન કુમાર, મુકેશ સિંહ અને અક્ષય કુમાર સિંહનો બચાવ કરતાં રહ્યા. એપી સિંહને કારણે ઘણીવાર તેમની ફાંસીની તારીખ પણ ટાળવામાં આવી.

કોણ છે એપી સિંહ
એપી સિંહ પેશાવાર વકીલ છે અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. તે દિલ્હીમાં રહીને વકીલાત કરે છે. એપી સિંહે લખનઉ વિશ્વવિદ્યાલયમાંથી લૉ ગ્રેજ્યુએટ થવાની સાથે ડૉક્ટરેટની ડિગ્રી પણ મેળવી છે. તેઓ 1997થી સુપ્રીમ કોર્ટમાં વકાલત કરી રહ્યા છે.

એપી સિંહ સૌ પ્રથમ 2012માં ચર્ચામાં આવ્યા, જ્યારે તે સાકેચ કોર્ટમાં નિર્ભયાના દોષીઓ તરફથી કેસ લડવા માટે હાજર થયા. ત્યારથી લગભગ છેલ્લા સાત વર્ષથી સતત તેઓ પોતાની કાયદાકીય અટકળોથી દોષીઓને બચાવતા રહ્યા.

નિર્ભયા કેસ લડતી વખતે તે ઘણીવાર નીચલી અદાલતથી લઈને હાઇ કોર્ટ સુધીમાં દંડ ભોગવી ચૂક્યા છે. તેમના પર આ મામલે હજારો રૂપિયાનું ફાઇન પણ લાગી ચૂક્યું છે. જો કે, તમામ વિવાદો છતાં એપી સિંહનું માનવું છે કે આ બધું જ તેમના કામનો જ એક ભાગ છે.

ઉલ્લેખનીય છે કે, 6 ડિસેમ્બર 2012માં નિર્ભયા સાથે દક્ષિણ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ચાલતી બસમાં સામૂહિક દુષ્કર્મ થયું. સામૂહિક દુષ્કર્મ દરમિયાન 6 દુષ્કર્મીઓએ એ રીતે નિર્ભયાને શારીરિક પીડાઓ આપી કે તેનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું.

new delhi sexual crime national news Crime News