દિલ્હીમાં ખેડૂતોના ઉગ્ર આંદોલન અને હિંસા પર અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક

26 January, 2021 05:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીમાં ખેડૂતોના ઉગ્ર આંદોલન અને હિંસા પર અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક

અમિત શાહ (તસવીર સૌજન્ય - જાગરણ)

પ્રજાસત્તાક દિવસ પર ખેડૂતોના ઉગ્ર આંદોલન અને દિલ્હીમાં સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. દિલ્હીમાં સવારથી લઈને અત્યાર સુધીના પરિસ્થિતિને લઈને ગૃહ પ્રધાનમાં બેઠકનો દોર ચાલી રહ્યો છે. આ બેઠકમાં ગૃહ સચિવ, દિલ્હી પોલીસના અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સામેલ થયા હતા. આજની હિંસાથી જોડાયેલા દરેક પાસાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 3 મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ છે. ગૃહ પ્રધાન અને દિલ્હી પોલીસ દ્વારા બનાવવામાં આવેલી એક વિશેષ ટીમ દિલ્હી-એનસીઆરના અધિકારીઓ પાસેથી જાણકારી લઈ રહી છે.

કૃષિ કાયદા વિરૂદ્ધ બે મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ ગણતંત્ર દિવસ પર મંગળવારે દિલ્હીની સરહદોની આસપાસ ટ્રેક્ટર રેલી કાઢી હતી. આ દરમિયાન અનેક જગ્યાએ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

પોલીસને ચકરાવીને કાશ્મીરી ગેટ દ્વારા તેઓ લાલ કિલ્લા અને આઈટીઓ સુધી પહોંચી ગયા અને ત્યાં જોરદાર હિંસા કરી હતી. પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસકર્મીઓ પર ટ્રેક્ટર ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો. કેટલાક બેકાબૂ ખેડૂતો લાલ કિલ્લામાં પ્રવેશ્યા. ખેડૂતોએ ત્યાં પહોંચ્યા હતા અને ખેડૂતોએ ધ્વજ ફરકાવ્યો હતો. જે જગ્યા પર બેકાબૂ ખેડૂતોએ ધ્વજ લહેરાવ્યો હતો, તેમ જ સ્વતંત્રતા દિવસ પર વડા પ્રધાન ધ્વજ લહેરાવ્યો હતો.

ત્યાં દિલ્હીમાં હિંસા વચ્ચે સંયુક્ત કિસાન મોરચા દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે અમારા તમામ પ્રયાસો છતાં કેટલાક લોકોએ રૂટનું ઉલ્લંઘન કર્યું અને નિંદાત્મક કૃત્યો કર્યા. અસામાજિક તત્વોએ ઘુસણખોરી કરી, પરંતુ આંદોલન શાંતિપૂર્ણ રહ્યું. અમે હંમેશાં કહ્યું છે કે શાંતિ એ આપણી શક્તિ છે અને હિંસા આવા ચળવળને નુકસાન પહોંચાડે છે.

સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે આજના પરેડમાં ભાગ લેવા બદ્દલ તમામ ખેડુતોનો આભાર માનું છું. અમે આજે બનેલી ઘટનાઓની નિંદા પણ કરીએ છીએ, જે આજે થઈ છે અને આવા કાર્યોમાં વ્યસ્ત રહે છે લોકોથી પોતાને અલગ કરી લે છે.

new delhi national news amit shah narendra modi red fort