નરેન્દ્ર મોદી, અમિત શાહ મને બૉમ્બ આપે; હું આત્મઘાતી બની પાકિસ્તાન પર હુમલો કરીશ

05 May, 2025 07:01 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદી, અમિત શાહ મને બૉમ્બ આપે; હું આત્મઘાતી બનીને પાકિસ્તાન પર હુમલો કરીશ : કર્ણાટકના પ્રધાનનું નિવેદન થયું વાઇરલ

નરેન્દ્ર મોદી, અમિત શાહ મને બૉમ્બ આપે; હું આત્મઘાતી બની પાકિસ્તાન પર હુમલો કરીશ

કર્ણાટકના આવાસ અને અલ્પસંખ્યક કલ્યાણ પ્રધાન બી. ઝેડ. ઝમીર અહમદ ખાનનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથેના તનાવ વચ્ચે પ્રધાન ઝમીર અહમદ ખાનનું કહેવું છે કે ‘આપણો પાકિસ્તાન સાથે કોઈ સંબંધ નથી. પાકિસ્તાન હંમેશાં ભારતનું દુશ્મન રહ્યું છે. આવા દુઃખના સમયે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ મને મંજૂરી આપે તો હું ખુદ બૉર્ડર પર જઈને યુદ્ધ કરવા તૈયાર છું. આપણે સૌ ભારતીય છીએ, આપણે હિન્દુસ્તાની છીએ. હું પાકિસ્તાન જઈને યુદ્ધ કરવા તૈયાર છું. મોદી, શાહ મને ફિદાયીન (આત્મઘાતી) બૉમ્બ આપે, હું બાંધીને પાકિસ્તાન જઈશ અને હુમલો કરીશ. હું દેશ માટે મારો જીવ કુરબાન કરવા તૈયાર છું. હું આ મજાક નથી કરી રહ્યો. હું આ મુદ્દે ખૂબ ગંભીર છું. આતંકવાદનો સામનો કરવા માટે દરેક ભારતીયે એક થવું જોઈએ.’

national news karnataka narendra modi amit shah india pakistan Pahalgam Terror Attack terror attack