કારગિલ વિજય દિવસ: વડાપ્રધાન, વાયુસેના, ભારતીય સેનાએ શહીદોને આપી સલામી

26 July, 2020 11:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કારગિલ વિજય દિવસ: વડાપ્રધાન, વાયુસેના, ભારતીય સેનાએ શહીદોને આપી સલામી

ફાઈલ તસવીર

પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ બાદ ભારતને કારગિલ યુદ્ધમાં મળેલા વિજયને આજે એટલે કે 26 જૂલાઈએ 21 વર્ષ પૂરા થયાં છે. કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય જવાનોએ પ્રાણની આહુતિ આપીને ભારત માતાની રક્ષા કરી હતી અને પાકિસ્તાનને યુદ્ધમાં હરાવ્યું હતું. ભારતીય જવાનોના પ્રયત્નોને લીધે દેશે કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે સમગ્ર દેશ શહીદ જવાનોને યાદ કરી રહ્યો છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસે શહીદોના બલિદાનને યાદ કરતા ટ્વીટ કર્યું હતું કે, 'કારગિલ વિજય દિવસ પર આપણે આપણા સશસ્ત્ર દળોના હિંમત અને નિશ્ચયને યાદ કરીએ છીએ. જેમણે 1999માં આપણા રાષ્ટ્રની નિશ્ચિતપણે રક્ષા કરી. તેમની બહાદુરી આજની પેઢીને પ્રેરણા આપે છે.'

ભારતીય વાયુસેનાએ પણ કારગિલ યુદ્ધના જવાનોને વિશેષ સલામી આપી છે. ભારતીય વાયુસેનાએ જવાનોને નમન કરતાં ટ્વીટ કર્યું હતું કે, 'ભારતીય વાયુસેના કારગિલ યુદ્ધના જાંબાજોની બહાદુરી, સાહસ તથા નિઃસ્વાર્થ ત્યાગને નમન કરે છે. જય હિન્દ.'

જવાનોને વંદન કરતાં ભારતીય સેનાએ લખ્યું હતું કે, '26 જુલાઈએ કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. તે 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન દેશની શાનદાર જીતની વીરગાથા છે. ભારતીય સેના આપણા નાયકોના અદમ્ય સાહસ, વીરતા અને બલિદાનને સલામ કરે છે.'

national news india kargil kargil war narendra modi indian air force indian army