કમલ કૌર ભાભીના બોલ્ડ વીડિયોઝ બન્યા મૌતનું કારણ, અકાલ તખ્તે કહ્યું `કંઈ ખોટું...`

19 June, 2025 06:58 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Online Correspondent

Kamal Kaur Bhabhi Murder Case: શીખ ધર્મના સર્વોચ્ચ ધાર્મિક સ્થાન અકાલ તખ્ત સાહિબના મુખ્ય ગ્રંથી જ્ઞાની મલકિત સિંહે મંગળવારે કહ્યું કે જે લોકો અશ્લીલતા કરીને ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરે છે તેમણે તેના પરિણામો ભોગવવા પડશે.

કમલ કૌર ભાભી (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

શીખ ધર્મના સર્વોચ્ચ ધાર્મિક સ્થાન અકાલ તખ્ત સાહિબના મુખ્ય ગ્રંથી જ્ઞાની મલકિત સિંહે મંગળવારે કહ્યું કે જે લોકો અશ્લીલતા કરીને ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરે છે તેમણે તેના પરિણામો ભોગવવા પડશે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પ્રખ્યાત યુટ્યુબર કંચન કુમારી ઉર્ફે કમલ કૌર ભાભીની હત્યાને યોગ્ય ઠેરવતા જ્ઞાની મલકિત સિંહે કહ્યું કે `આમાં કંઈ ખોટું થયું નથી`. તેમણે કહ્યું કે `કમલ કૌર ભાભી` અને ક્વીન તરીકે પ્રખ્યાત કંચનને તેના વીડિયોમાં અશ્લીલતાને પ્રોત્સાહન આપવા બદલ નિશાન બનાવવામાં આવી હતી.

9 જૂનના રોજ કંચનની હત્યા કરવામાં આવી હતી. ભટિંડામાં એક લાવારિસ કારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. "શીખ ધર્મના ઉપદેશો મુજબ, હિન્દુઓ અને મુસ્લિમો સહિત કોઈએ પણ અશ્લીલ ગીતો સાંભળવા જોઈએ નહીં, ખાસ કરીને યુવા શીખ પેઢીએ," સિંહે પત્રકારોને જણાવ્યું. હત્યા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "પરંતુ જે લોકો અન્ય ધર્મના છે, તેઓ પોતાના નામ બદલી નાખે છે, શીખ સમુદાયને બદનામ કરવા માટે ખોટી ઓળખ બનાવે છે, આવા કૃત્યોમાં સામેલ થાય છે... તેમની સાથે પણ એ જ રીતે વર્તવું જોઈએ. કંઈ ખોટું થયું નથી. આવું પહેલા પણ બન્યું છે."

ગુરુએ હંમેશા અશ્લીલતાથી દૂર રહેવાનો ઉપદેશ આપ્યો
"ગુરુએ હંમેશા અશ્લીલતા અને આવા ગીતોથી દૂર રહેવાનો ઉપદેશ આપ્યો છે, પછી ભલે તેમનો ધર્મ કોઈ પણ હોય, હિન્દુ, શીખ કે મુસ્લિમ. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે તેમાં વ્યસ્ત રહે છે," સિંહે પંજાબીમાં કહ્યું. મોગાના રહેવાસી જસપ્રીત સિંહ (32) અને તરનતારનના રહેવાસી નિમ્રતજીત સિંહ (21) ની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તેમણે "સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડતી અનૈતિક અને અશ્લીલ કન્ટેન્ટ અપલોડ કરવા બદલ કંચનની હત્યા કરી હતી.

મેહરોન માટે લુકઆઉટ સર્ક્યુલર જાહેર
ભટિંડા પોલીસે સ્વ-ઘોષિત શીખ કટ્ટરપંથી નેતા અને મુખ્ય આરોપી અમૃતપાલ સિંહ મેહરોન માટે પણ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હત્યાના થોડા કલાકો પછી મેહરોન સંયુક્ત આરબ અમીરાત (UAE) ભાગી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મોગાના રહેવાસી 30 વર્ષીય મેહરોન પર બે અન્ય મહિલા સોશિયલ મીડિયા પ્રભાવકોને ધમકી આપવાનો પણ આરોપ છે. હત્યા પછી સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં, મેહરોન કથિત રીતે કહેતો સાંભળી શકાય છે કે કંચનની હત્યા તેના બે સાથીઓએ કરી હતી.

સોશિયલ મીડિયા પર લોકો ભાભી માટે દિવાના હતા
લુધિયાણાની રહેવાસી કંચન, જે `કમલ કૌર ભાભી` તરીકે જાણીતી હતી, તેના ઇન્સ્ટાગ્રામ પર 3,84,000 ફૉલોઅર્સ હતા. તે `ફની ભાભી ટીવી` નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવતી હતી જેના 2,36,000 સબ્સ્ક્રાઇબર્સ હતા. તે સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અને ઘણીવાર વિવાદાસ્પદ કન્ટેન્ટ માટે જાણીતી હતી. તે ડબલ-મીનિંગ જૉકસ વાળા વીડિયો પોસ્ટ કરવા માટે લોકપ્રિય હતી અને ઘણા ઑનલાઈન વિવાદોમાં પણ સામેલ હતી.

social media instagram youtube viral videos punjab golden temple united arab emirates offbeat videos offbeat news national news news