જો રાહુલ ગાંધી પદ છોડશે તો આ સીનિયર નેતા કોંગ્રેસનું સુકાન સંભાળી શકે

30 May, 2019 12:31 PM IST  |  નવી દિલ્હી

જો રાહુલ ગાંધી પદ છોડશે તો આ સીનિયર નેતા કોંગ્રેસનું સુકાન સંભાળી શકે

રાહુલ ગાંધી (PC : PTI)

લોકસભા ચુંટણી 2019 માં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો. દેશભરમાંથી કોંગ્રેસને ખરાબ પરીણામો મળ્યા છે. જેને પગલે કોંગ્રેસને લીડ કરી રહેલ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારી હતી અને પોતે અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. જોકે રાહુલ ગાંધી પોતે રાજીનામું આપવા માટે અડગ છે. પરંતુ બીજી તરફથી તેમને મનાવવા માટેના તમામ પ્રયાસો હાલ કોંગ્રેસ કરી રહી છે. તેવામાં મહત્વની વાત એ છે કે જો રાહુલ ગાંધી પોતાની વાત પર અડગ રહ્યા તો હવે કોંગ્રેના નવા લીડર કોણ બનશે તેના માટે મોટો પ્રશ્ન છે. ત્યારે મળી રહેલી માહિતી પ્રમાણે કોંગ્રેસના નવા લીડર તરીકે હાલ જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મોખરે ચાલી રહ્યું છે. તો બીજી રાજસ્થાન અને મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં પણ ધરખમ ફેરફારના એંધાણ આવી રહ્યા છે.



કોંગ્રેસના સીનિયર અધિકારીના કહેવા પ્રમાણે જો રાહુલ ગાંધી પોતાની વાત પર અડગ રહે તો
સૂત્રોએ જણાવ્યું હતું. મોટા ભાગનો વર્ગ માને છે કે રાહુલ ગાંધી જ અધ્યક્ષ
પદે રહેશે. ૧૦ ટકા લોકોના મતે રાહુલ ગાંધી પરિવાર બહારની વ્યકિત અને તેમની વિશ્રાસુ એવા સિંધિયા પર પસંદગી ઊતરી શકે છે. ગાંધી પરિવાર બહારની વ્યકિતને કોંગ્રેસીઓ સ્વીકારશે? એ પણ પ્રશ્ર્ન છે. પક્ષમાં ભંગાણ પણ પડી શકે તેનો લાભ ભાજપને થશે. રાહુલ ગાંધી અધ્યક્ષપદે ચાલુ રહેવા માની જશે તો સિંધિયાને મધ્યપ્રદેશનાકોંગ્રેસના અધ્યક્ષ બનાવી શકે છે. કોંગ્રેસના મોટાભાગના નેતાના જણાવ્યા પ્રમાણે ગાંધી પરિવારના નામ પર જ કોંગ્રેસમાં એકતા રહી શકે છે અને ભાજપને લડત આપી શકે છે.

આ પણ વાંચો : આજે શપથગ્રહણ, 20થી વધુ નવા ચહેરા થઈ શકે છે સામેલ

ચૂંટણીમાં મુખ્ય લડત દેશભરમાં મોદી અને રાહુલ વચ્ચે જ હતી. કોંગ્રેસ પક્ષમાં અને સંગઠનમાં જે ક્ષતિ છે તે સુધારવાની જરૂર છે. રાજય એકમના નેતૃત્વમાં પણ પરિવર્તનની આવશ્યકતા છે
, એમ પક્ષના હોદ્દેદારોનું કહેવું છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના સ્થાને સચીન પાયલટને મૂકી શકાય છે. એવી રીતે મધ્યપ્રદેશમાં કમલનાથને હઠાવીને અન્ય કોઈને બેસાડવામાં આવે એવી શકયતા છે. કમલનાથ, દિગ્વિજય અને સિંધિયા ગ્રુપમાં એકમત નથી.

nationalist congress party congress rahul gandhi jyotiraditya scindia narendra modi