શું છે સિંધિયા અને શિવરાજની મુલાકાતનું રહસ્ય?

22 January, 2019 09:00 PM IST  | 

શું છે સિંધિયા અને શિવરાજની મુલાકાતનું રહસ્ય?

કેમ મળ્યા સિંધિયા અને શિવરાજ?

રાજનીતિના મેદાનમાં એકબીજાને પછાડવા માટે સજ્જ રહેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને શિવરાજ સિંહ ચૌહાણની સોમવારે અચાનક થયેલી મુલાકાતે ચર્ચા જગાવી છે. શિવરાજ સિંહના નિવાસ સ્થાને બંનેની મુલાકાત થઈ જે લગભગ 40 મિનિટ માટે ચાલી. એટલું જ નહીં આ મુલાકાત બાદ બંને એકસાથે બહાર આવ્યા અને પત્રકારોને પણ મળ્યા.


શિવરાજ સિંહ અને સિંધિયા વચ્ચે મુલાકાત થઈ હોવાના અહેવાલો આવતા જ શિવરાજ સિંહના નિવાસસ્થાનની બહાર પત્રકારોનો જમાવડો થઈ ગયો હતો. શિવરાજ અને સિંધિયાએ આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી અને સાથે એમ પણ કહ્યું કે બંને વચ્ચેની વાતચીત સારી રહી. જેના પરથી એ સંકેતો મળે છે બંને વચ્ચે મધ્યપ્રદેશની વર્તમાન રાજકીય સ્થિતિ અને લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા થઈ.

સિંધિયા પારિવારિક કામથી સોમવારે સાંજે બહાર નીકળ્યા હતા અને અચાનક તેમણે શિવરાજ સિંહના ઘરે જવાનું નક્કી કર્યું. શિવરાજ સિંહ હજી તો તેમનો દિલ્હી પ્રવાસ ખતમ કરી પાછા જ આવ્યા હતા ત્યાં જ સિંધિયા તેમને મળવા આવતા આશ્ચર્ય સર્જાયું.

આ પણ વાંચોઃ લંડનમાં EVM હેકાથોનમાં હાજરીને લઈને સિબ્બલની સ્પષ્ટતા

રાત ગઈ, વાત ગઈ

જ્યારે સિંધિયાને એ સવાલ કરવામાં આવ્યો કે ચૂંટણી દરમિયાન ભાજપે માફ કરો મહારાજાના જુમલા પર પ્રચાર કર્યો હતો, તો શું તેમનો કોઈ ફરિયાદ નથી. તેના પર સિંધિયાએ કહ્યું કે, હું એવો વ્યક્તિ નથી જે કડવાશ લઈને આખી જિંદગી વિતાવી દે. હું આગળનું વિચારું છે. વિપક્ષની પણ પ્રજાતંત્રમાં એટલી જ ભૂમિકા છે જેટલી સત્તાપક્ષની.

jyotiraditya scindia congress national news