જસ્ટિસ બોબડે બન્યા દેશના 47માં મુખ્ય ન્યાયાધીશ, લીધા શપથ

18 November, 2019 10:25 AM IST  |  New Delhi

જસ્ટિસ બોબડે બન્યા દેશના 47માં મુખ્ય ન્યાયાધીશ, લીધા શપથ

જસ્ટિસ બોબડેએ લીધા શપથ

જસ્ટિલ એસ એ બોબડેએ ભારતના 47માં ન્યાયાધીશના પદ પર શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા. ભારતના 46માં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ 3 ઑક્ટોબર, 2018ના દિવસે કાર્યભાર સંભાળ્યો હતો અને રવિવારે તેઓ આ પદ પરથી રિટાયર થઈ ગયા હતા. 18 ઑક્ટોબરે તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બોબડેના નામની ભલામણ કરી હતી. જસ્ટિસ બોબડે લગભગ 18 મહિના સુધી મુખ્ય ન્યાયાધીશના રૂપમાં કામ કરશે અને 23 એપ્રિલ, 2021ના દિવસે સેવાનિવૃત થશે.

24 એપ્રિલ, 1956ના નાગપુરમાં જન્મેલા જસ્ટિસ બોબડેએ પોતાનું સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ નાગપુર વિશ્વવિદ્યાલયથી કાયદાની ડિગ્રી મેળવી. તેમણએ 1978માં બાર કાઉન્સિલ ઑફ મહારાષ્ટ્ર માટે નામાંકિત કરવામાં આવ્યા અને 1998માં તેમને વરિષ્ઠ અધિવક્તના રૂપમાં નામિત કરવામાં આવ્યા હતા.

જજના રૂપમાં તેમનું કરિયર 29 માર્ચ 2000થી શરૂ થયું જ્યારે તેમને બૉમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા.  તે 16 ઑક્ટોબર 2012ના મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિ બન્યા. તેમના 12 એપ્રિલ, 2013ના દિવસે સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા.

જસ્ટિસ બોબડે અયોધ્યા ભૂમિ વિવાદ મામલામાં ઐતિહાસિક નિર્ણય સંભળાવનારી પાંચ ન્યાયાધીશોની સંવિધાન પીઠનો ભાગ હતા. જસ્ટિસ બોબડે એ ત્રણ જજની પીઠનો ભાગ હતો, જેણે 2015માં સ્પષ્ટ કર્યું હતું કે આધાર કાર્ડ વગર તોઈ પણ નાગરિકને પાયાની સેવાઓ અને સરાકારી સેવાઓથી વંચિત ન કરી શકાય.

supreme court national news