જેટ ઍરવેઝની ટિકિટ રીફન્ડની પહેલી મેએ સુનાવણી, સ્વામીએ આપી મર્જરની સલાહ

26 April, 2019 10:03 AM IST  | 

જેટ ઍરવેઝની ટિકિટ રીફન્ડની પહેલી મેએ સુનાવણી, સ્વામીએ આપી મર્જરની સલાહ

ફાઈલ ફોટો

આર્થિક મુશ્કેલીને કારણે તાજેતરમાં બંધ પડેલી જેટ ઍરવેઝની અગાઉથી બુક કરાયેલી ટિકિટોના રીફન્ડ કે મુસાફરોને પ્રવાસની વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની દાદ ચાહતી અરજીની સુનાવણી દિલ્હી વડી અદાલત પહેલી મેએ કરશે.અરજદારોએ જણાવ્યું હતું કે ‘જેટ ઍરવેઝની અગાઉથી ટિકિટો બુક કરાવનારા મુસાફરોને પૂરું રીફન્ડ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને અન્ય હરીફ ઍરલાઇન્સે ભાડાં વધારી દીધાં હોવાથી તેઓએ નવી ટિકિટ બુક કરાવવા મોટી રકમ ચૂકવી પડે છે.’અરજદારે પ્રસાર માધ્યમમાંના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે ‘જેટ ઍરવેઝની અગાઉથી જે ટિકિટો બુક કરાઈ હતી તેઓનું અંદાજે 360 કરોડ રૂપિયાથી વધુનું રીફન્ડ આપવાનું બાકી છે.’  જો કે ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વાણીએ જેટ એરવેઝને બંધ કરવા કરતા એર ઈન્ડિયા સાથે મર્જ કરવા સલાહ આપી છે.

 

આ પણ વાંચો: મુશ્કેલીમાં એર ઇન્ડિયા, 19 વિમાન થયા ગ્રાઉન્ડ

 

જેટ ઍરવેઝને ઍર ઇન્ડિયા સાથે મર્જ કરી દો : સુબ્રહ્મણ્યમ સ્વામી

 બીજેપીના વરિષ્ઠ નેતા ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામીએ જેટ ઍરવેઝને બચાવવા માટે નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુને પત્ર લખીને જણાવ્યું છે. સ્વામી કહે છે કે ‘આ એક માત્ર રસ્તો છે કે જેટ ઍરવેઝને ઍર ઇન્ડિયા સાથે મર્જ કરી દેવામાં આવે અને અને ઍર ઇન્ડિયાને સરળતાથી ચલાવવી જોઈએ.’ સ્વામીએ વિદેશ ઍરલાઇન્સના ઇતીહાદના જેટમાં રોકાણ વિશે પણ સવાલ કરવામાં આવ્યો અને પૂછuું હતું કે તે રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ છે.

air india jet airways