જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા અને PM મોદી વચ્ચે મુલાકાત, ચીન મુદ્દે કરશે ચર્ચા

20 March, 2023 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા(Japan PM Fumio Kishida) ભારત પહોંચી ગયા છે. અને પીએ મોદી (PM Modi) સાથે મુલાકાત કરી છે.

જાપાન વડાપ્રધાન ફુમિયો કિશિદા અને પીએમ મોદી

જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા(Japan PM Fumio Kishida) ભારત પહોંચી ગયા છે. સોમવારે સવારે જાપાની વડાપ્રધાન દિલ્હી પહોંચ્યા છે. ભારતની મુલાકાતનો ઉદ્દેશ જાપાન અને ભારત વચ્ચે રક્ષા, વ્યાપાર, રોકાણ અને ઉચ્ચ ટેક્નોલોજી ક્ષેત્રમાં સહયોગ પર ભાર મુકવાનો છે.ફુમિયા કિશિદા અને વડાપ્રધાન મોદી વચ્ચે ભારતની અધ્યક્ષતામાં થઈ રહેલી જી20 સમિટ અને જાપાનની અધ્યક્ષતામાં યોજાનારી જી7ની બેઠકની પ્રાથમિકતાઓને લઈ વાતચીત કરવામાં આવશે. 

જાપાનના વડાપ્રધાન ભારતમાં આશરે 27 કલાક જેટોલ સમય ગાળશે.પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કર્યા બાદ તે એક થિંક ટેંકના કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તે પોતાના સંબોધનમાં મુક્ત હિન્દ પ્રશાંત ક્ષેત્ર માટે યોજનાઓનો ખુલાસો કરશે.ઉલ્લેખનીય છે કે હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ચીન પોતાની તાકાત વધારી રહ્યું છે. આ જ કારણ છે કે ભારત, અમેરિકા  અને ઓસ્ટ્રેલિયાએ ક્વોડ બનાવી ચીનના પડકાર સામે લડવાની યોજના બનાવી છે.કિશિદા મુક્ત હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્ર માટે ભારત અને જાપાન વચ્ચે પેટ્રોલિંગ વધારવા, મેરીટાઈમ કાનૂનોનું પાલન કરવાની ક્ષમતા વધારવા, સાઈબર સુરક્ષા, ડિજિટલ તથા હરિત ઊર્જા સહિતના વિવિધ મુદ્દા પર ચર્ચા કરશે. 

ઉલ્લેખનીય છે કે ભારત અને જાપાન ચીનના સતત વધતા પડકારનો સામનો કરી રહ્યાં છે.ચીને લદ્દાખ  અને અરુણાચલ પ્રદેશમાં એલએસી પર આક્રમક વલણ અપનાવ્યું છે. તો બીજી બાજુ ચીન સેનકાકુ દ્વીપ પર પણ પોતાનો અધિકરા જમાવ્યો છે, જેને લઈ જાપાના સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો છે. ભારત અને જાપાન વચ્ચે વધતા સહયોગનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાના વડાપ્રધાન ફુમિયો કિશિદા વચ્ચે વર્ષ 2022માં ત્રણ વાર મુલાકાત થઈ હતી. 

national news japan narendra modi new delhi