શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરી કરવાના પાકિસ્તાનના પ્રયાસને નિષ્ફળ બનાવાયો

21 September, 2020 01:41 PM IST  |  Jammu | Agency

શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરી કરવાના પાકિસ્તાનના પ્રયાસને નિષ્ફળ બનાવાયો

ફાઈલ તસવીર

બીએસએફ બૉર્ડર આઉટપોસ્ટ પર શનિવારે પાકિસ્તાનની તરફ ઝીરો લાઇન પર અને ગઈ કાલે ત્રણ-ચાર લોકોની શંકાસ્પદ હિલચાલ બાદ સર્ચ ઑપરેશન હાથ ધરાતાં ડ્રગ્સનાં ૫૮ પૅકેટ્સ અને બે પિસ્ટલ મળી હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ જણાવ્યા મુજબ આ ઘટના ગઈ કાલે મોડી રાત્રે બે વાગ્યે બની હતી.

એનસીબીએ જણાવ્યું હતું કે ‘એક વ્યક્તિ બૉર્ડરની ફેન્સ તરફ આવી રહેલી જણાતાં સંત્રીએ તેના પર ગોળી ચલાવી હતી. ગોળીબાર બાદ તે વ્યક્તિ પાકિસ્તાન તરફ પાછી જતી રહી હતી.’

આ પહેલાં ગઈ કાલે બીએસએફે જણાવ્યું હતું કે ‘તેમણે ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરની વચ્ચેની રાત્રે પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સીમા નજીક આવેલા અરનિયા વિસ્તારમાં શસ્ત્રો, દારૂગોળો અને કેફી દ્રવ્યોને દાણચોરીના માર્ગે ભારતમાં ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

jammu and kashmir pakistan national news