શ્રીનગરમાં આતંકી હૂમલો, બે જવાન શહીદ

26 November, 2020 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શ્રીનગરમાં આતંકી હૂમલો, બે જવાન શહીદ

તસવીર સૌજન્યઃ જાગરણ

મધ્ય કાશ્મીરના શ્રીનગરના બહારના વિસ્તાર અબન શાહ એચએમટી ચોકમાં આતંકવાદીઓએ સેનાની ક્વિક રિએક્શન ટીમ (QRT) પર ઘાતક હૂમલો કર્યો છે, જેમાં સેનાના બે જવાનો શહીદ થયા છે.

આ હૂમલાખોર મારુતિ કારમાં આવ્યા હતા, કુલ ત્રણ આતંકી હોવાના સમાચાર છે. હૂમલા બાદ તેઓ મારુતિ વેનમાં જ ભાગી ગયા હતા. આ આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે.

આઈજીપી કાશ્મીર રેન્જ વિજય કુમારે આ આતંકી હૂમલાની પુષ્ટી કરતા કહ્યું કે, ત્રણ આતંકવાદીઓએ હૂમલો કર્યો હતો. આની પાછળ જૈશ-એ-મોહમ્મદ ટેરરિસ્ટ ગ્રુપનો હાથ છે. મારુતિ કારમાં આ હૂમલાખોર ભાગી ગયા અને તેમનો પીછો કરવામાં આવ્યો હતો. આમાં બે વિદેશી આતંકવાદી હોવાનું કહેવાય છે.

પૉલીસે આપેલી માહિતી મુજબ, બપોરે આ હૂમલો થયો હતો. સેનાની ક્યુઆરટી ટીમ અબન શાહ એચએમટી ચોકમાં પહોંચી ત્યારે અચાનક કાર નજીકમાં આવીને ઉભી રહી અને આતંકવાદીઓએ સેના ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું. સેનાના બે જવાન ગંભીરરૂપે જખમી પણ થયા છે.

સ્થાનિક પોલીસે વિસ્તારને સીલ કર્યો છે. દરેક નાકા ઉપર એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

jammu and kashmir terror attack national news