જમ્મૂ-કશ્મીરમાં CRPFના કાફલા પર હુમલો, 44 જેટલા જવાન શહીદ

14 February, 2019 10:12 PM IST  |  પુલવામા

જમ્મૂ-કશ્મીરમાં CRPFના કાફલા પર હુમલો, 44 જેટલા જવાન શહીદ

જમ્મૂમાં થયો આતંકી હુમલો

ફરી એક વાર ઘાટીમાં આતંકીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવ્યા છે. પુલવામાના અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં સુરક્ષાદળોના કાફલા પર જૈશ-એ- મોહમ્મદના આતંકી સંગઠને હુમલો કર્યો. ગોળીઓના વરસાદ સાથે IED વિસ્ફોટ પણ કરવામાં આવ્યો. જેમાં 44 જવાનો શહીદ થયા જ્યારે 45 ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સંખ્યા વધી શકે છે.

ઘાયલ જવાનોને નજીકની હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. સાથે જ આસપાસના વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાફલમાં CRPFની ડઝનેક ગાડીઓમાં 2500થી વધુ જવાનો સવાર હતા. આતંકીઓએ સુરક્ષદળોની એક ગાડીને નિશાન બનાવી.

CRPFના સૂત્રોનું કહેવું છે કે રસ્તા પર એક વાહનમાં IED લગાવવામાં આવ્યું હતુ. કાર હાઈવે પર ઉભી હતી. જેવો સુરક્ષોદળોનો કાફલો કાર પાસેથી પસાર થયો, તેમાં બ્લાસ્ટ થયો. આ દરમિયાન કાફલા પર ફાયરિંગના પણ સમાચાર છે.

મહત્વનું છે કે, અફઝલ ગુરુની વરસી એટલે કે 8 ફેબ્રુઆરીએ ગુપ્ચતર એજન્સીઓએ મોટું અલર્ટ જાહેર કર્યું હતું. જેમાં IED બ્લાસ્ટનું પણ અલર્ટ હતું. જણાવવામાં આવ્યું હતું કે જમ્મૂ કશ્મીરમાં આતંકીઓ સુરક્ષાદળોના આવવા જવાના રસ્તા પર હુમલો કરી શકે છે.

jammu and kashmir terror attack jaish-e-mohammad