કાશ્મીરમાં સોમવારથી શરૂ થશે ઈન્ટરનેટ સેવા, જલ્દી જ નેતાઓ થઈ શકે મુક્ત

12 October, 2019 04:57 PM IST  |  શ્રીનગર

કાશ્મીરમાં સોમવારથી શરૂ થશે ઈન્ટરનેટ સેવા, જલ્દી જ નેતાઓ થઈ શકે મુક્ત

કાશ્મીરમાં સ્થિતિ થશે સામાન્ય

સતત સુધરી રહેલી સ્થિતિ વચ્ચે સામાન્ય જનજીવનને સામાન્ય કરવાની દિશામાં વધુ એક મોટું કદમ ઉઠાવતા રાજ્ય સરકારે શનિવારે ઘાટીમાં 14 ઑક્ટોબરથી તમામ પોસ્ટપેઈડ મોબાઈલ સેવાઓને સામાન્ય કરવાનું એલાન કર્યું છે. આ સેવા ઘાટીના તમામ 10 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે. આ પહેલા રાજ્ય પ્રશાસને આ સેવા આજે સામાન્ય કરવાના સંકેતો આપ્યા હતા. એટલું જ નહીં દેશભરમાંથી ઘાટી આવતા પર્યટકોને ઈન્ટરનેટ સેવાનો લાભ પણ મળશે. સરકાર પર્યટકો ઈન્ટરનેટ સેવાનો લાભ પણ મળશે. હાલમાં, પ્રીપેઈડ મોબાઈલ ફોન આગામી આદેશ સુધી બંધ રહેશે. મહત્વનું છે કે ઘાટીમાં પાછલા 69 દિવસોથી તમામ પ્રકારની મોબાઈલ ફોન સેવા બંધ છે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને મુખ્ય સચિવ રોહિત કંસલે આજે પત્રકારો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે 4 ઑગસ્ટથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બચાવી રાખવા માટે અલગ અલગ પ્રકારની પાબંદીઓ લાગૂ કરવામાં આવી હતી. તમામ પ્રકારની સેવા અને ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. હાલ સ્થિતિમાં સુધાર જોતા પાબંદીઓને હટાવવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં મોટાભાગની પાબંદીઓમને હટાવવામાં આવી છે.

આ પણ જુઓઃ 90ના દાયકાની એ ફિલ્મો જે આજે પણ એટલી જ એવરગ્રીન

રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે ઘાટીમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ટ્રાવેલ એડવાઈઝરીને પહેલા જ હટાવી દેવામાં આવી છે. હવે રાજ્ય સરકારના આ પગલાથી પર્યટકો પોતાના પરિવારજનોની સાથે સંપર્ક બનાવી રાખીને ઘાટીમાં ક્યાંય પણ ફરી શકે છે. દેશ-વિદેશમાં ભણતર અને રોજગાર માટે ગયેલા લોકો પણ પોતાના પરિવાર સાથે અહીં વાતચીત કરી શકે છે. વેપારી વર્ગ ગ્રાહકો સાથે સંપર્ક બનાવી શકે છે. સાથે જ જે નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે તેમને પણ જલ્દી જ મુક્ત કરવામાં આવી શકે છે.

kashmir national news