ભારતે સ્વદેશી ટૅન્ક ઍન્ટિ ટૅન્ક ગાઇડેડ મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યું

09 July, 2019 10:51 AM IST  |  નવી દિલ્હી

ભારતે સ્વદેશી ટૅન્ક ઍન્ટિ ટૅન્ક ગાઇડેડ મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યું

નાગ મિસાઇલ

ભારતે સ્વદેશી ટૅન્ક ઍન્ટિ ટૅન્ક ગાઇડેડ મિસાઇલ ‘નાગ’નાં ત્રણ સફળ પરીક્ષણ પૂરાં કરી લીધાં છે. રાજસ્થાનના પોખરણમાં નાગનું દિવસ અને રાતના સમયે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સેનાના જણાવ્યા અનુસાર આ ઍન્ટિ ટૅન્ક ગાઇડેડ મિસાઇલે પોતાના ડમી ટાર્ગેટ પર અચૂક નિશાન સાધ્યું હતું. જોકે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આ નાગ મિસાઇલનો ભારતીય સેનામાં સમાવેશ કરવામાં આવશે.

ત્રીજી જનરેશન ગાઇડેડ ઍન્ટિ ટૅન્ક મિસાઇલ નાગનું ઉત્પાદન આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી એની ટ્રાયલ ચલાવામાં આવી રહી હતી. ૨૦૧૮માં આ મિસાઇલનું વિન્ટર યુઝર ટ્રાયલ (શિયાળામાં પ્રયોગ) કરવામાં આવ્યો હતો.
ભારતીય સેના ૮૦૦૦ નાગ મિસાઇલ ખરીદે એવી શક્યતા છે જેમાં ૫૦૦ મિસાઇલનો ઑર્ડર પ્રારંભમાં આપવાની સંભાવના છે. નાગ મિસાઇલનું નિર્માણ ભારતમાં મિસાઇલ બનાવનારી એકમાત્ર કંપની ભારત ડાયનૅમિક્સ લિમિટેડ કરશે.

આ પણ વાંચો : કાશ્મીરમાં પથ્થરબાજો પર કાબુ મેળવવા સાઉન્ડ કેનન ટેક્નિક

ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ અને ૨૦૧૮માં નાગ ઍન્ટિ ટૅન્ક ગાઇડેડ મિસાઇલનાં બે સફળ પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં. બન્ને પરીક્ષણ રાજસ્થાનના પોખરણના ફાયરિંગ રેન્જમાં કરવામાં આવ્યાં હતાં.

jaipur rajasthan national news