કૉન્ગ્રેસે પાઇલટ સમર્થક બે ધારાસભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા

18 July, 2020 04:22 PM IST  |  Jaipur | Agencies

કૉન્ગ્રેસે પાઇલટ સમર્થક બે ધારાસભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા

ગજેન્દ્રસિંહ શેખાવત

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય દંગલ વચ્ચે રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના સમર્થકો તરફથી ઑડિયો ક્લિપ જારી કરી કેન્દ્રીય પ્રધાન પર આરોપ લગાવ્યો કે રાજ્યમાં સરકાર પાડી દેવા માટે કાવતરું ઘડી રહ્યાં છે. એવામાં તેમની સામે તાત્કાલિક એફઆઇઆર નોંધી ઘરપકડ કરવી જોઈએ. આ અંગે એસઓજીમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સાથે જ કૉન્ગ્રેસ પાર્ટીએ પાઇલટ સમર્થક બે ધારાસભ્યોને સસ્પેન્ડ કરી નાખ્યા છે.

કૉન્ગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કૉન્ફરન્સ કરી આરોપ લગાવ્યો છે કે વાઇરલ ઑડિયોમાં ગજેન્દ્રસિંહ શેખાવત રાજસ્થાનની સરકાર પાડી દેવા માટે કાવતરું ઘડી રહ્યા છે. ગજેન્દ્રસિંહ શેખાવત હાલ સંજય જેન થકી કૉન્ગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્માના સંપર્કમાં હતા. હમણાં સુધી સંજય જૈન જયપુર બીજેપીના જિલ્લા અધ્યક્ષ હતા. જોકે હજી સુધી તે વાતની ખરાઈ થઈ શકી નથી કે ઑડિયો ક્લિપમાં રહેલા સંજય જૈન બીજેપીના જિલ્લા અધ્યક્ષ છે કે પછી બીજા કોઈ.
હાલ કૉન્ગ્રેસે પાઇલટ સમર્થક બે ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને વિશ્વેન્દ્ર સિંહને પાર્ટીની પ્રાથમિક સભ્યતામાંથી સસ્પેન્ડ કરી નાખ્યા છે.

સચિન પાઇલટના ઘરવાપસીના સંકેત

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે સચિન પાઇલટે કૉન્ગ્રેસના વરિષ્ટ નેતા પી. ચિદમ્બરમ સાથે વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કૉન્ગી નેતા ચિદમ્બરમે ગઈ કાલે મોડી રાત્રે સચિન પાઇલટ સાથે વાત કરી પાછા આવવા આમંત્રણ આપવા જણાવ્યું હતું, સાથે જ કહ્યું હતું કે બગાવત ભુલાવી દેવામાં આવશે. ચિદમ્બરમે સ્પષ્ટ કરી દીધું છે કે હવે પહેલાં જેવી સ્થિતિ નહીં રહે. પાઇલટને કેન્દ્રીય નેતૃત્વમાં પદ આપવામાં આવશે તેવું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે.

sachin pilot Ashok Gehlot national news jaipur congress bharatiya janata party