શીલા દીક્ષિતના પદગ્રહણ સમારોહમાં પહોંચેલા ટાઈટલરે વધારી ચિંતા

16 January, 2019 05:30 PM IST  | 

શીલા દીક્ષિતના પદગ્રહણ સમારોહમાં પહોંચેલા ટાઈટલરે વધારી ચિંતા

શીલા દીક્ષિતના કાર્યક્રમમાં ટાઈટલરની હાજરીથી હંગામો

છેલ્લા 15 વર્ષથી દિલ્લીના મુખ્યમંત્રી રહેલા શીલા દીક્ષિતે બુધવારે દિલ્લી પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષનો પદભાર ગ્રહણ કર્યો. પાર્ટીના કાર્યાલયમાં આયોજિત સમારંભમાં મોટી સંખ્યામાં દિગ્ગજ નેતાઓ બન્યા. એમાં દિલ્લી કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન પણ સામેલ છે.

આ સમારોહમાં 1984 શિખ વિરોધી રમખાણોના આરોપી જગદીશ ટાઈટલર પણ જોવા મળ્યા. એટલું જ નહીં તેમને આગળની હરોળમાં સ્થાન આપવામાં આવ્યું. જેથી ભાજપ અને આમ આદમી પાર્ટીને બોલવાનો મોકો મળી ગયો.

કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રહાર કરતા કહ્યું કે, 'તેમના પરિવારે હાલમાં જ શું કર્યું? રાહુલજી આ જ પરંપરાને આગળ વધારી રહ્યા છે. આ જ વસ્તુ બતાવે છે કે તેમના મનમાં શીખ રમખાણોના પીડિતો માટે કોઈ જ ભાવના નથી'.

મહત્વનું છે કે કૉંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ સજ્જન કુમારને દોષી કરાર આપવામાં આવ્યા બાદ રમખાણ પીડિતો અને અકાલી દળની નેતા હરસિમરત કૌર બાદલે કહ્યું હતું કે જલ્દી જ અદાલત ટાઈટલરને સજા કરશે. એક તરફ દિલ્લી કૉંગ્રેસના દિગ્ગજ નેતા સજ્જન કુમારને આજીવનકેદની સજા સંભળાવવામાં આવી છે. જે બાદ ટાઈટલર કાર્યક્રમમાં સામેલ થતા નવો વિવાદ ઉભો થયો છે.

જો કે જ્યારે ટાઈટલરને આ મામલે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આના પર હું શું ટિપ્પણી કરી શકું, જ્યારે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. શું મારા નામ કોઈ FIR છે? કોઈ કેસ છે? તો મારું નામ કેમ લેવામાં આવી રહ્યું છે?કોઈએ કહ્યું અને તમે માની લીધું.

આ પણ વાંચોઃ તમિલનાડુ: મદુરાઈમાં થયું જલિકટ્ટુનું આયોજન, જુઓ શ્વાસ થંભાવે તેવી તસવીરો

પદભાર ગ્રહણ કર્યા બાદ જ્યારે શીલા દીક્ષિતને ગઠબંધન પર સવાલ પુછવામાં આવ્યો ત્યારે શીલા દીક્ષિતે ના પાડી દીધી. શીલા દીક્ષિતે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સામે વિધાનસભામાં પ્રસ્તાવ લાવવું ખોટું હતું. એવામાં અમે કોઈ ગઠબંધન વિશે વિચારી નથી શકતા.


congress sheila dikshit national news