ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાના નામની ચર્ચા

31 May, 2019 10:46 AM IST  |  દિલ્હી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાના નામની ચર્ચા

ભાજપના નેતા જે. પી. નડ્ડા

નરેન્દ્ર મોદી ગઈ કાલે સાંજે સાત વાગ્યે વડા પ્રધાનપદની શપથ લીધી ત્યારે એ વાતની ખાતરી પણ થઈ ચૂકી છે કે બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ મોદી કૅબિનેટમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યા છે. હવે બીજેપી અધ્યક્ષમાં અમિત શાહની જગ્યા કોને મળશે એ મોટો ચર્ચાનો વિષય બની ગયો છે.

તો આ તરફ જિતુ વાઘાણીએ તો અમિત શાહને શુભકામનાઓ પણ પાઠવી દીધી છે જેનાથી એ વાત નક્કી થઈ ગઈ કે અમિત શાહને કોઈ પદ આપવામાં આવ્યું છે માટે હવે અમિત શાહને અધ્યક્ષપદ છોડવું પડશે. તો એના સ્થાને જેપી નડ્ડાનું નામ અને ભૂપેન્દ્ર યાદવનું નામ સૌથી આગળ લેવામાં આવી રહ્યું છે.

કોણ છે જેપી નડ્ડા?

જેપી નડ્ડાને અમિત શાહના વિશ્વાસુ માનવામાં આવી રહ્યા છે. નડ્ડા મોદી સરકારમાં સ્વાસ્થ્ય પ્રધાન રહી ચૂક્યા છે. ૧૯૯૩માં નડ્ડાનો રાજનીતિમાં સમાવેશ થયો હતો. ૧૯૯૮થી ૨૦૦૩માં તેઓ હિમાચલના સ્વાસ્થ્ય પ્રધાન રહી ચૂક્યા છે. ૨૦૧૨માં તેમને રાજ્યસભા માટે નક્કી કરવામાં આવ્યા હતા. નડ્ડાએ નીતિન ગડકરી અને અમિત શાહ સાથે ૧૯૯૧-’૯૪માં કામ કર્યું છે. તો ૨૦૧૪માં પણ નડ્ડાનું નામ બીજેપી અધ્યક્ષપદ માટે સામે આવ્યું હતું. જોકે ત્યારે અમિત શાહે આ પદ સંભાળ્યું હતું.

આ પણ વાંચોઃ PM Modi oath taking ceremony: PM મોદી સહિત આ સાંસદોએ લીધા શપથ

કોણ છે ભૂપેન્દ્ર યાદવ?

ભૂપેન્દ્ર યાદવ પણ બીજેપી સંગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. હાલમાં યાદવ રાજસ્થાનના સાંસદ સાથે-સાથે યાદવ સંગઠનમાં રાષ્ટ્રીય મહાસચિવ પદની પણ જવાબદારી નિભાવે છે. એ સાથે બિહારની દોર પણ તેમના હાથમાં છે. આ નેતા સૌથી પહેલાં અરુણ જેટલીને મળ્યા હતા. રામ મંદિર સાથે જોડાયેલી બાબતોને સંભાળવા માટે આ નેતાને નિમવામાં આવ્યા હતા.

national news bharatiya janata party