કાશ્મીરમાં દેશદ્રોહીઓને સરકારી નોકરી, પાસપોર્ટ નહીં મળે

02 August, 2021 08:41 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

કાશ્મીરથી યુવાનો ભણવાને બહાને પાકિસ્તાન જાય છે, આતંકવાદી બનીને પાછા આવે છે

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીરમાં હવે દેશદ્રોહીઓ અને પથ્થરબાજોએ મોટી કિંમત ચૂકવવી પડશે. સરકારે આમના પર ગાળિયો કસવા માટે એક આદેશ જાહેર કર્યો છે. આ હેઠળ દેશની વિરુદ્ધ નારેબાજી કરનારા અને પથ્થરબાજી કરનારાઓને સરકારી નોકરી નહીં આપવામાં આવે. સાથે જ આવા લોકોના પાસપોર્ટ પર પણ પ્રતિબંધ મુકાશે. ટોચના સરકારી અધિકારીઓએ જણાવ્યું કે સીઆઇડીની ખાસ શાખાએ તમામ યુનિટ્સને આ અનુસંધાનમાં આદેશ જારી કરી દીધા છે. આ સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોથી રાજ્યની કાયદા વ્યવસ્થાને જોખમ છે તેમની પર નજર રાખવામાં આવે.

કહેવામાં આવી રહ્યું છે કે આવા લોકો પર ગાળિયો કસવા માટે તમામ ડિજિટલ લોકો માટે એ જણાવવું જરૂરી હશે કે શું પરિવારનો કોઈ સભ્ય અથવા નજીકનો સંબંધી કોઈ રાજકીય પાર્ટી અથવા સંગઠન સાથે જોડાયેલો છે? અથવા કોઈ રાજકીય ગતિવિધિમાં ભાગ લીધો છે? અથવા કોઈ વિદેશી મિશન અથવા સંગઠનની સાથે સંબંધ છે? અથવા જમાત-એ-ઇસ્લામી જેવી કોઈ નિર્ધારિત, પ્રતિબંધિત- પ્રતિબંધિત સંગઠનથી સંબંધ તો નથી? નવા સંશોધન પ્રમાણે સેવારત કર્મચારીઓને સીઆઇડીથી ફરીવાર ખાતરી કરવાની જરૂરિયાતના મામલે અનેક જાણકારીઓ આપવી પડશે. આ અંતર્ગત નિયુક્તિની તારીખથી લઈને પોસ્ટિંગ અથવા પદોન્નતિનું વિવરણ આપવું પડશે. આ ઉપરાંત કોઈનાં માતા-પિતા, પતિ અથવા પત્ની, બાળકો અને સાવકા પિતાની નોકરીનું વિવરણ આપવાનું રહેશે.

કાશ્મીરથી યુવાનો ભણવાને બહાને પાકિસ્તાન જાય છે, આતંકવાદી બનીને પાછા આવે છે

તાજેતરમાં શકીર અલ્તાફ ભાટ નામના આતંકવાદીને માર્યા બાદ હાથ ધરાયેલી તપાસમાં જાણ થઈ હતી કે તે સરકાર માન્યતાપ્રાપ્ત પાસપોર્ટ પર વર્ષ ૨૦૧૮માં અભ્યાસાર્થે પાકિસ્તાન ગયો હતો અને આતંકવાદી બનીને પાછો ફર્યો હતો. આ માહિતીએ જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થામાં કચાશ સામે સચેત કરે છે, એમ અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ ૨૦૧૫થી ૨૦૧૯માં ઇશ્યુ કરાયેલા પાસપોર્ટની છણાવટ કરતાં જણાયું હતું કે આ સમયગાળામાં ૪૦ યુવાનો ભણવાના બહાને પાકિસ્તાન ગયા હતા, જેમાંથી ૨૮ યુવાનો તાલીમ પામેલા આતંકવાદી તરીકે ભારતમાં પાછા ફર્યા છે.

national news srinagar jammu and kashmir