RISAT-2B સેટેલાઈટ લૉન્ચ, સીમાઓની કરશે દેખરેખ

22 May, 2019 09:33 AM IST  | 

RISAT-2B સેટેલાઈટ લૉન્ચ, સીમાઓની કરશે દેખરેખ

RISAT-2B સેટેલાઈટ લૉન્ચ,

પીએસએલવી-સી46એ એનું 48મા મિશન પર સવારે સાડા પાંચ વાગ્યે શ્રીહરિકોટોના સતીશ ધવન આંતરિક્ષ કેન્દ્રથી લૉન્ચ કરવામાં આવ્યું. PSLVC-46એ RISAT-2Bને લૉ અર્થ ઑર્બિટમાં સફળતાપૂર્વક સ્થપાવામાં આવી. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) દ્વારા રડાર ઈમેજિંગ અર્થ સેટેલાઈટ (રિસેટ-2બી)ને બુધવારે સફળતાથી લોન્ચ કરવામાં આવ્યો છે. આ સેટેલાઈટ સીમાઓની દેખરેખ કરશે અને ધૂસણખોરી અટકાવવામાં મદદ કરશે. ઈસરોએ જણાવ્યું કે PSLVC-46એ આરઆઈસૈટ-2બીને પૃથ્વીના નીચલી કક્ષા (લો અર્થ ઑર્બિટ)માં સફળતાપૂર્વક સ્થાપિત કર્યું છે.

ઈસરોએ આપેલી જાણકારી મુજબ, PSLV-C46ના પોતાના 48માં મિશન પર સવારે સાડા પાંચ વાગ્યે અહીંયાથી 130 કિલોમીટરથી અધિક દૂર સ્થિત શ્રીહરિકોટોના સતીશ ધવન આંતરિક્ષ કેન્દ્રથી પ્રસ્તાવિત કરવામાં આવી છે.

આ પણ વાંચો : વિપક્ષને ફટકો : સો ટકા વીવીપીએટીની ચકાસણીની અરજી ફગાવી દીધી સુપ્રીમે

આ ઉપગ્રહનું વજન 615 કિલો છે અને તે લોન્ચના આશરે 15 મિનિટ પછી પૃથ્વીના નીચલા ભ્રમણકક્ષામાં છૂટી ગયું હતું. આ સેટેલાઇટ ઇન્ટેલિજન્સ મોનિટરિંગ, કૃષિ, વન અને આપત્તિ વ્યવસ્થાપન સહકાર જેવા ક્ષેત્રોમાં સહાય કરશે. RISAT-2Bને ધરતીથી 555 કિમીની ઉંચાઈ પર પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.

isro national news