ઈસરોએ અંતરિક્ષમાં મોકલ્યા EMISAT સહિત 29 વિદેશી સેટેલાઈટ કર્યા લૉન્ચ

01 April, 2019 10:19 AM IST  |  ચેન્નઈ

ઈસરોએ અંતરિક્ષમાં મોકલ્યા EMISAT સહિત 29 વિદેશી સેટેલાઈટ કર્યા લૉન્ચ

ઈસરોની ઉંચી ઉડાન(તસવીર સૌજન્યઃ ANI)

ઈલેક્ટ્રોનિક ઈંટેલિંજસ ઉપગ્રહ એમિસેટને PSLV C-45થી ઈસરોએ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેશ સેંટરથી લૉન્ચ કરી દીધો છે. મહત્વનું છે કે ઈસરોનું આ પહેલું એવું મિશન છે, જે ત્રણ અલગ-અલગ કક્ષાઓમાં સેટેલાઈટને સ્થાપિત કરશે. PSLV C-45ના માધ્યમથી જે સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા છે તેમાંથી સૌથી મહત્વપૂર્ણ છે EMISAT. એટલે કે ઈલેક્ટ્રોનિક ઈંટેલિંજસ સેટેલાઈટ છે. એમિસેટ ઉપગ્રહનો હેતુ વિદ્યુત ચુંબકીય માપ લેવાનું છે.

ઈસરોએ જણાવ્યું કે પ્રક્ષેપણનું કાઉન્ટ ડાઉન સવારે 6 વાગ્યેને 27 મિનિટે શરૂ થઈ ગયું હતું.  એજંસીના અધિકારીઓએ કહ્યું કે ચાર ચરણો વાળું PSLV-C45 શ્રી હરિકોરટના અંતરિક્ષ કેન્દ્રના બીજા લૉંચ પેજથી સોમવારે સવારે નવ વાગ્યેને 27 મિનિટે પ્રક્ષેપિત કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ ચંદ્રયાન-2: આગામી મહિને ચૂંટણી દરમ્યાન ચંદ્ર ઉપર યાન મોકલાશે

ઈસરોના પ્રમાણે હવે લૉન્ચ માટે ચાર સ્ટ્રેપ ઑન મોટર્સથી સજ્જ PSLV-QL  વર્ઝનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. PSLVનો ઉપયોગ ભારતના બે પ્રમુખ મિશનમાં કરવામાં આવી ચુક્યો છે. 2008માં ચંદ્રયાનમાં અને 2013માં મંગળ મિશનમાં.
એમિસેટની સાથે ઈસરોએ રૉકેટના માધ્યમથી અન્ય દેશોના 28 સેટેલાઈટને પણ લૉન્ચ કરવામાં આવ્યા છે. જેમાં અમેરિકાના 24, લિથુઆનિયાનો 1, સ્પેનનો 1 અને સ્વિઝરલેન્ડનો 1 સેટેલાઈટ સામેલ છે.

indian space research organisation