Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચંદ્રયાન-2: આગામી મહિને ચૂંટણી દરમ્યાન ચંદ્ર ઉપર યાન મોકલાશે

ચંદ્રયાન-2: આગામી મહિને ચૂંટણી દરમ્યાન ચંદ્ર ઉપર યાન મોકલાશે

30 March, 2019 10:43 AM IST |

ચંદ્રયાન-2: આગામી મહિને ચૂંટણી દરમ્યાન ચંદ્ર ઉપર યાન મોકલાશે

ચંદ્રયાન

ચંદ્રયાન


આગામી મહિનાથી દેશ સંપૂર્ણ રીતે ચૂંટણી ફીવરમાં ડૂબેલો હશે એ દરમ્યાન સમાચાર છે કે એ જ સમયે ઇસરો એના બીજા ચંદ્રયાન મિશનને શરૂ કરવાની તૈયારીમાં છે. એને આગામી મહિને લૉન્ચ કરવામાં આવી શકે છે. એના લૉન્ચની તારીખ બે વાર ટળી ચૂક્યા બાદ માનવામાં આવી રહ્યું છે કે આગામી મહિને આ મિશન હકીકતમાં બદલાશે.

ચંદ્રયાન-2નાં કેટલાંક પરીક્ષણો પૂરા થઈ શક્યાં ન હોવાથી એને લૉન્ચ નહોતું કરવામાં આવ્યું. ભારતના પ્રથમ ચંદ્રયાન સાથે રોવર અને લૅન્ડર નહોતા. આ વખતે તેમને પણ મિશનમાં સામેલ કરાયાં છે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણીઓનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે અને એપ્રિલથી જ પહેલા તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે.



ઇસરોએ ચંદ્રયાન-2ને પહેલાં 2૦૧૭માં અને પછી 2૦૧૮માં લૉન્ચ કરવાની જાહેરાત હતી, પરંતુ એ શક્ય ન બન્યું. ઇસરોના ચેરમેન ડૉ. કે. સિવને તાજેતરમાં જણાવ્યું કે ઇસરો હવે એને એપ્રિલમાં લૉન્ચ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે. જો આમ ન થયું તો એને જૂનમાં લૉન્ચ કરાશે. તે માટે સતત તેનાં પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો : મેં વારાણસીમાં વિકાસના પુરાવા શોધ્યા, પરંતુ ક્યાંય મળ્યા નહીં : પ્રિયંકા

ચંદ્રયાન-2નું વજન ૩2૯૦ કિલોગ્રામ હશે. ચંદ્રના વર્ગમાં પ્રવેશ પછી તેનું ઑર્બિટર લૅન્ડરથી અલગ થશે. એના પછી લૅન્ડર ચંદ્રની સપાટી પર ઊતરશે અને પછી રોવર એનાથી અલગ થશે. ઑર્બિટર અનેક સૉફ્ટવેર ઉપકરણો, કૅમેરા અને સેન્સર્સથી સજ્જ છે. તેવી જ રીતે રોવર પણ અદ્યતન ઉપકરણોથી સજ્જ હશે. આ બન્ને મળીને ચંદ્રની સપાટી પર મળનારાં મિનરલ્સ અને અન્ય પદાર્થો વિશે માહિતી મોકલશે અને ઇસરો એના પર અભ્યાસ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2019 10:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK