ચંદ્રયાન 2 લોન્ચીંગનું રિહર્સલ પુરૂ કર્યું,22 જુલાઇ 2.43 વાગે થશે લોન્ચ

21 July, 2019 11:01 PM IST  |  Mumbai

ચંદ્રયાન 2 લોન્ચીંગનું રિહર્સલ પુરૂ કર્યું,22 જુલાઇ 2.43 વાગે થશે લોન્ચ

Mumbai : જેની તમામ ભારતવાસીઓ રાહ જોઇ રહ્યા હતા તે ચંદ્રયાન 2ના લોન્ચીંગનું રિહર્સલ પુરૂ થઇ ગયું છે. હવે ચંદ્રયાન 2 તેના નવા સમય પ્રમાણે 22 જુલાઇના રોજ 2.43 વાગે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ થશે. આ અંગે ઈસરોના પૂર્વ પ્રમુખ એ એસ કિરણ કુમારે કહ્યું કે તમામ તૈયારીઓ પુરી કરવામાં આવી છે. અમે સોમવારના ઈવેન્ટ માટે તૈયાર છે. ઈસરોએ આ માહિતી ટ્વિટર પર પણ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જેએસએલવી એમકે3-એમ1 / ચંદ્રયાન 2નું લોન્ચ રિહર્સલ પુરુ થઈ ચુક્યું છે. તેનું પ્રદર્શન સામાન્ય છે.


રોકેટમાં ગેસ લીકેજ હતું, જે રીપેર કરવામાં આવ્યું છે
અગાઉ 15 જુલાઈની રાતે મિશનની શરૂઆતથી લગભગ 56 મિનિટ પહેલા ઈસરોએ ટ્વિટ કરીને લોન્ચિંગ આગળ વધારવાની જાહેરાત કરી હતી. ઈસરોના એસોસિએટ ડાયરેક્ટર(પબ્લિક રિલેશન) બીઆર ગુરુપ્રસાદે જણાવ્યું હતું કે લોન્ચિંગ પહેલા જ લોન્ચિંગ વ્હીકલ સિસ્ટમમાં ખરાબી આવી ગઈ હતી. આ કારણે ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું.



ચંદ્રયાન 2નું વજન 3,887 કિલો
ચંદ્રાયાન 2 ભારતનું સૌથી તાકાતવાર જીએસએલવી માર્ક-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ રોકેટમાં ત્રણ મોડ્યુલ, ઓર્બેિટર, લેન્ડર અને રોવર હશે. આ મિશન અંતર્ગત ઈસરો ચંદ્રના દક્ષિણી ધુવ પર લેન્ડરને ઉતારશે. આ વખતે ચંદ્રયાન-2નું વજન 3,887 કિલો થશે. આ ચંદ્રયાન-1 મિશન(1380 કિલો)થી લગભગ ત્રણ ગણું વધુ છે. લેન્ડરની અંદરના હાલના રોવરની ગતિ 1 સેમી પ્રતિ સેકન્ડની રહેશે.


આ પણ જુઓ : ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો

ચંદ્રાયાન2નું લોન્ચિંગ પહેલીવાર ઓક્ટોબર 2018માં ટળ્યું હતું
ચંદ્રયાન 2 ઈસરોએ પહેલીવાર 2018માં લોન્ચ કરવાનું હતું. બાદમાં તેની તારીખ વધારીને 3 જાન્યુઆરી અને પછી 31 જાન્યુઆરી કરવામાં આવી છે. બાદમાં અન્ય કારણોથી તેને 15 જુલાઈ સુધી તેને ટાળવામાં આવ્યું. આ દરમિયાન ફેરફારને કારણે ચંદ્રયાન-2નો ભાર પહેલા કરતા વધી ગયો. એવામાં જીએસએલવી માર્ક-3માં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા.

isro national news