ISRO: ચંદ્રયાન-2નું ચંદ્રની ધરતી પર લાઈવ લેન્ડિંગ જોઈ શકશે વિદ્યાર્થીઓ

28 July, 2019 08:16 PM IST  | 

ISRO: ચંદ્રયાન-2નું ચંદ્રની ધરતી પર લાઈવ લેન્ડિંગ જોઈ શકશે વિદ્યાર્થીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધી હતી. પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા બાળકોને એક ખાસ સંદેશ આપ્યો હતો. વિજ્ઞાનમાં રૂચિ ધરાવતા બાળકો માટે પીએમ મોદીએ કાર્યક્રમ દરમિયાન એક ક્વિઝ કોમ્પિટીશનનું એલાન કર્યું છે. કોમ્પિટીન જીતનારા બાળકોને શ્રીહરીકોટા સ્થિત ઈસરોમાં ચંદ્રયાન-2નુ ચંદ્રની ધરતી પર લેન્ડીગ લાઈવ જોવાનો મોકો મળી શકે છે.

મન કી બાત દરમિયાન પીએમ મોદીએ કોમ્પિટિશનનું એલાન કહ્યું હતું કે, હું દેશમાં વિદ્યાર્થી મિત્રો, યુવા સાથીઓ એક રોમાંચક કોમ્પિટિશન વિશે જણાવવા ઈચ્છું છું. પીએમ મોદી અનુસાર સ્કૂલના વિદ્યાર્થીઓ ક્વીઝમાં ભાગ લેવાનો રહેશે અને સૌથી વધુ માર્ક્સ મેળવનારા બાળકોને 7 સપ્ટેમ્બરે isro લઈ જવામાં આવશે. આ વિદ્યાર્થીઓ ચંદ્રયાન-2ને લેન્ડીંગને લાઈવ જોઈ શકશે.

આ પણ વાંચો: અજીત ડોભાલની કાશ્મીરમાં અધિકારીઓ સાથે બેઠક, મોટા ઓપરેશનની તૈયારી !

આ ક્વીઝમાં ભાગ લેવા માટે દેશભરના વિદ્યાર્થીઓએ પોતાના સ્માર્ટ ફોન પર MYGov App ડાઉન લોડ કરવાની રહેશે. MYGov App પર 1 ઓગસ્ટે આ કોમ્પિટિશન વિશે વધારે માહિતી આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે, ઈસરોએ ચંદ્રયાન-2ને શ્રીહરીકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 22 જુલાઈએ લોન્ચ કર્યો હતો. આ ચંદ્રયાન-2 7 સપ્ટેમ્બરે ચંદ્રની ધરતી પર લેન્ડ કરશે અને વિદ્યાર્થીઓને આ લેન્ડીંગ જોવાનો લ્હાવો મળશે

isro national news gujarati mid-day