ઇશા અંબાણી હવે મહિલાઓને જિયોના માધ્યમથી ડિજીટલી સશક્ત બનાવશે

16 July, 2019 05:10 PM IST  |  Mumbai

ઇશા અંબાણી હવે મહિલાઓને જિયોના માધ્યમથી ડિજીટલી સશક્ત બનાવશે

ઇશા અંબાણી

Mumbai : હવે રિલાયન્સ જિયો મહિલાઓને એક સાથે જોડવાનું કામ કરશે. રિલાયન્સ જિયો પોતાના ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી મહિલાઓને ડિજીટલી સશક્ત બનાવવાનું કાર્ય હાથ ધરશે અને આ કામ બીજુ કોઇ નહીં પણ ખુદ ઇશા અંબાણી કરશે.


Jio અને GSMA એ મહિલાઓને ડિજીટલી સક્શત બનાવશે

રિલાયન્સ જિયોએ ગ્લોબલ ટેલિકોમ ઈન્ડસ્ટ્રી બોડી જીએસએમએની કનેક્ટેડ વૂમન પહેલ સાથે જોડાવવાની જાહેરાત કરી છે. ડિજિટલ લિટરેસીમાં જેન્ડર ગેપ દૂર કરવા માટે આ મુવમેન્ટ ચલાવવામાં આવશે. આ અંતર્ગત જિયો અને જીએસએમએ મહિલાઓ માટે ડિજિટલ સેવાઓનું એક્સેસ અને ઉપયોગ વધારવા માટે કામ કરશે.


શું કહ્યું ઇશા અંબાણીએ...

રિલાયન્સ જિયોના ડાયરેક્ટર ઈશા અંબાણીએ સોમવારે કહ્યું કે છેલ્લા એક દશકામાં મોબાઈલ અને ઈન્ટરનેટ ટેક્નીકના ગ્રોથમાં ખૂબ જ તેજી આવી છે. આ કારણે મહિલા સશક્તિકરણની તકો ખાસ વધી છે. સૂચના અને શિક્ષાનું એક્સેસ વધવાથી જીવન સ્તરમાં સુધારો થઈ રહ્યો છે. જિયો તમામ ભારતીયોના સપના સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. ઈશાએ કહ્યું કે જીએસએમ અને સર્વિસ પ્રોવાઈડર્સને મળીને મહત્વના સામાજિક-આર્થિક ફાયદા આપી શકે છે અને મહિલાઓનું જીવન બદલી શકે છે.

આ પણ જુઓ : ઈશા અંબાણી અને આનંદ પીરામલના ઘરની કિંમત જાણીને તમે ચોંકી જશો, જુઓ ફોટોસ

દેશમાં મોબાઈલ અને ઈન્ટરનેટ ટેકનીકથી છેલ્લા થોડા વર્ષોમાં એજ્યુકેશન અને મનોરંજનની રીતમાં ફેરફાર આવ્યો છે. જોકે એફોર્ડેબલ સેવાઓની અછત અને કેટલાક અન્ય કારણોથી મોબાઈલના વપરાશમાં જેન્ડર ગેપ યથાવત છે.