યોગએ આખા વિશ્વને એક સૂત્રમાં બાંધ્યું... વિશાખાપટ્ટનમમાં પીએમ મોદીનો સંદેશ

22 June, 2025 07:04 AM IST  |  Visakhapatnam | Gujarati Mid-day Online Correspondent

વિશાખાપટ્ટનમમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. પીએમ નરેન્દ્ર મોદીએ યોગના વૈશ્વિક પ્રભાવ પર પ્રકાશ પાડતા કહ્યું કે યોગએ વિશ્વને એક સૂત્રમાં બાંધી રાખ્યા છે.

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

વિશાખાપટ્ટનમમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. પીએમ નરેન્દ્ર મોદીએ યોગના વૈશ્વિક પ્રભાવ પર પ્રકાશ પાડતા કહ્યું કે યોગએ વિશ્વને એક સૂત્રમાં બાંધી રાખ્યા છે.

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં શુક્રવારે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે એક ભવ્ય રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમારોહનું નેતૃત્વ કર્યું. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ નરેન્દ્ર મોદીએ યોગ દિવસ સમારોહને સંબોધિત કરતા દેશ અને વિશ્વના લોકોને શુભેચ્છાઓ આપી. તેમણે કહ્યું કે આજે 11મી વાર આખું વિશ્વ એક સાથે 21જૂનના રોજ યોગ કરી રહ્યું છે. યોગનો સીધો-સરળ અર્થ થાય છે- જોડાવું અને એ જોઈને સુખદ અનુભવ થઈ રહ્યો છે કે યોગએ આખા વિશ્વને એક સૂત્રમાં બાંધી દીધું છે.

યોગના વધતા વૈશ્વિક પ્રભાવ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે વૈજ્ઞાનિકો અવકાશમાં યોગ કરે છે, દિવ્યાંગજનો યોગશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે અને ગામડાઓમાં યુવા મિત્રો યોગ ઓલિમ્પિયાડમાં ભાગ લઈ રહ્યા છે. આ યોગની વ્યાપક સ્વીકૃતિનો પુરાવો છે. પ્રધાનમંત્રી મોદીએ યાદ કર્યું કે કેવી રીતે ભારતના પ્રસ્તાવ પર, સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2014 માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપી હતી. તેમણે કહ્યું કે માત્ર થોડા મહિનામાં, 175 દેશોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે આ ફક્ત કોઈ પ્રસ્તાવનું સમર્થન નહોતું, તે માનવતાના ભલા માટેનો વૈશ્વિક પ્રયાસ હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું - યોગ દરેક માટે છે
તેમણે કહ્યું કે યોગ આજે જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે અને તે વિશ્વને શાંતિ, આરોગ્ય અને એકતા તરફ દોરી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ભલે તે સિડની ઓપેરા હાઉસના પગથિયાં હોય, એવરેસ્ટના શિખરો હોય કે સમુદ્રના મોજા હોય, દરેક જગ્યાએથી સંદેશ આવે છે કે `યોગ દરેકનો અને દરેક માટે છે`.

પ્રધાનમંત્રી મોદીએ લોકોને તેલનો વપરાશ 10 ટકા ઘટાડવા વિનંતી કરી છે, સ્થૂળતાને વૈશ્વિક પડકાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે મેં `મન કી બાત`માં આ અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને લોકોને તેમના ખોરાકમાં તેલનો વપરાશ 10 ટકા ઘટાડવા વિનંતી કરી હતી. આજે હું વિશ્વભરના લોકોને ફરીથી આ પડકારમાં જોડાવા અપીલ કરું છું.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વિશ્વમાં યોગનો ફેલાવો કરવા માટે, ભારત આધુનિક સંશોધન દ્વારા યોગના વિજ્ઞાનને વધુ મજબૂત બનાવી રહ્યું છે. દેશની મોટી તબીબી સંસ્થાઓ યોગ પર સંશોધનમાં રોકાયેલી છે. આધુનિક તબીબી પ્રણાલીમાં યોગના વૈજ્ઞાનિક પાસામાં સ્થાન મેળવવાનો અમારો પ્રયાસ છે.

international yoga day narendra modi andhra pradesh mann ki baat yoga world news national news international news visakhapatnam