ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ્સ પર 28મી ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ

28 January, 2021 10:50 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ્સ પર 28મી ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ

ભારતે પ્રતિબંધ લંબાવ્યો, નહીં જઇ શકાય વિદેશ

કોરોનાવાઇરસને કારણે આંતરારાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ પર જે પ્રતિબંધ મૂકાયો છે તે હજી 28મી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. તાજા સમાચાર અનુસાર ડીજીસીએના એવિએશન રેગ્યુલેટરે આ જાહેરાત કરી છે. હાલમાં ભારતે 24 દેશો સાથે બાયલેટરલ એર બબલ કરાર કરેલા છે. ભારતીય સરકારે આ પ્રતિબંધ કોમર્શિયલ ફ્લાઇટ્સ પર લંબાવ્યો છે અને આ અંગે ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવીલ એવિએશને જાહેરાત કરી હતી. આ અંગેનો સર્ક્યુલર જાહેર કરાયો હતો અને ઓવરસિઝ ફ્લાઇટ પરનો જે પ્રતિબંધ 31મી જાન્યુઆરીએ ઉઠી જવાનો હતો તે હવે લંબાવાયો છે અને હજી એક મહિના સુધી આંતરરાષ્ટ્રીય ટ્રાવેલિંગ નહીં કરી શકાય. ડેડિકેટેડ કાર્ગો ફ્લાઇટ્સ અને જે ફ્લાઇટ્સને સિવિલ એવિશેન રેગ્યુલેટર દ્વારા મંજુરી મળી હશે જેમ કે એવી ફ્લાઇટ્સ જે બાઇલેટરલ એર બબલ કરારમાં છે તેમનું ઑપરેશન ચાલુ રહેશે. આપણે અમુક દેશો સાથે આ કરારમાં છીએ તેમ સિવિલ એવિશનના પ્રવક્તાએ જણાવ્યું. બાયલેટરલ એર બબલ એક એવું મિકેનિઝમ છે જેના થકી ભારત અને અન્ય દેશો વચ્ચે અમુક ચોક્કસ શરતો સાથે રોગચાળાના આ સમયમાં પણ ફ્લાઇટ્સ ફરી ચાલુ થઇ શકે તેમ છે. 

 

new delhi air india coronavirus covid19