વચગાળાનું બજેટ માત્ર ટ્રેઈલરઃ વડાપ્રધાન મોદી

01 February, 2019 03:53 PM IST  | 

વચગાળાનું બજેટ માત્ર ટ્રેઈલરઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાને આપી બજેટ પર પ્રતિક્રિયા

પીયૂષ ગોયલે બજેટ રજૂ કર્યા  બાદ વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કર્યું. વડાપ્રધાને કહ્યું આ બજેટમાં તમામ લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ વર્ગોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હું પગારદાર વર્ગ અને મધ્યમ વર્ગને ટેક્સમાં મળેલી છૂટ માટે વધામણી આપું છું. લાંબા સમયથી માંગણી હતી કે પાંચ લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ મુક્ત કરવામાં આવતા.

સાથે વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે આ બજેટ તો માત્ર ટ્રેઈલર છે. ચૂંટણી પછી રિલીઝ થનારું પૂર્ણ બજેટ દેશને વિકાસના પથ પર લઈ જશે. અમે આ બજેટમાં મધ્યવર્ગથી લઈને ખેડૂતો, વેપારીઓ, MSME સેક્ટર તમામનું ધ્યાન રાખ્યું છે.

આ પણ વાંચોઃ Budget 2019:ચૂંટણીને કેટલું અસર કરશે બજેટ?

PMએ કિસાન સન્માન નિધિ યોજનાની માહિતી આપતા કહ્યું કે પહેલા 2 થી 3 કરોડ ખેડૂતોને જ સરકારી યોજનાઓનો લાભ મળતો હતો પરંતુ આ યોજનાઓનો લાભ દેશના બાર કરોડ ખેડૂતોને મળશે.

Budget 2019 narendra modi