02 August, 2025 07:51 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
૪૯ વર્ષનાં અમુથવલ્લી મણિવન્ન અને તેની દીકરી સંયુક્તા.
તામિલનાડુના એક પરિવારમાં એકસાથે બે વ્યક્તિએ NEET (નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા પાસ કરી છે. આ બે વ્યક્તિ બે ભાઈઓ, બે બહેનો કે ભાઈ-બહેન નહીં પણ માતા અને દીકરી છે. ૪૯ વર્ષનાં અમુથવલ્લી મણિવન્ન ફિઝિયોથેરપિસ્ટ તરીકે કાર્યરત છે. તેમની દીકરી સંયુક્તાને NEETની તૈયારી કરતી જોઈને અમુથલ્લીને પણ ૩૦ વર્ષ જૂનું તેમનું સપનું યાદ આવી ગયું અને તેમણે પણ NEETની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો. એટલું જ નહીં, મા-દીકરી બન્નેએ સઘન અભ્યાસ કરીને પરીક્ષા આપી. સૌના આશ્ચર્ય વચ્ચે માતા-દીકરી બન્નેએ NEET પાસ કરી દીધી છે. રિઝલ્ટમાં અમુથવલ્લીને ૧૪૭મો અને સંયુક્તાને ૪૫૦મો રૅન્ક મળ્યો છે. અમુથવલ્લીએ સરકારી મેડિકલ કૉલેજમાં સીટ પણ મેળવી લીધી છે, જ્યારે સંયુક્તા MBBS (બૅચલર ઑફ મેડિસિન ઍન્ડ બૅચલર ઑફ સર્જરી)ની યાત્રા હવે શરૂ કરશે.