બીજેપીનું વધતું જતુ કદ લોકતંત્ર માટે ખતરો : સુબ્રમણ્યમ સ્વામીનો ધડાકો

13 July, 2019 06:28 PM IST  |  નવી દિલ્હી

બીજેપીનું વધતું જતુ કદ લોકતંત્ર માટે ખતરો : સુબ્રમણ્યમ સ્વામીનો ધડાકો

સુબ્રમણ્યમ સ્વામી

બીજેપીના સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પાર્ટીના વધતા જનાધારને લોકતંત્ર માટે ખતરો કરાર કર્યો છે. તેઓએ બીજેપીના વધતા કદને લઈને કૉન્ગ્રેસ, ટીએમસી અને એનસીપીને ચેતવ્યા છે. પોતાની જ પાર્ટી પર સવાલ કરતાં તેઓએ ટ્વીટ પર લખ્યું કે ગોવા અને કર્ણાટકને જોયા બાદ મને લાગે છે કે જો અમે એક જ પાર્ટીના રૂપમાં બીજેપી સાથે રહી ગયા તો દેશનું લોકતંત્ર નબળું થઈ જશે.

સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વીટ દ્વારા કૉન્ગ્રેસ, તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી) અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ને સલાહ આપતાં કહ્યું કે વિપક્ષ, ઇટાલિયન્સ અને સંતાનને પાર્ટીથી હટાવવા માટે કહો. મમતા ત્યાર બાદ એકજૂથ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ બને. એનસીપીનો પણ કૉન્ગ્રેસમાં વિલય કરવો જોઈએ.

સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કર્ણાટકમાં કુમારસ્વામીની જેડીએસ અને કૉન્ગ્રેસ ગઠબંધન પર ખતરો ઊભો થયો છે અને બીજેપી કર્ણાટકમાં સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારીમાં છે.

ગોવામાં કૉન્ગ્રેસના ૧૦ ધારાસભ્યો બીજેપીમાં સોમલ થયા બાદ કૉન્ગ્રેસ પાસે માત્ર પાંચ ધારાસભ્યો બચ્યા છે. એવી જ રીતે કર્ણાટકમાં કૉન્ગ્રેસના ૧૩ અને જેડીએસના ૩ ધારાસભ્યોનાં રાજીનામાં બાદ કુમારસ્વામી સરકાર પર સંકટનાં વાદળ છવાયેલાં છે. કર્ણાટકમાં જો વિધાનસભાના સ્પીકરે આ તમામ ધારાસભ્યોનાં રાજીનામાંનો સ્વીકાર કરી લીધો તો બીજેપી પાસે કર્ણાટકમાં સત્તા મેળવવાની તક મળશે.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

કર્ણાટક અને ગોવામાં જે પ્રકારે રાજકીય સમીકરણ બદલાયાં છે અને ત્યાર બાદ કૉન્ગ્રેસે બીજેપીને એ માટે જવાબદાર ઠેરવ્યું છે. રાજ્યસભામાં કૉન્ગ્રેસના નેતા ગુલાબ નબી આઝાદે બીજેપી અને એના નેતાઓ પર બંધારણની ચિંતા ન કરવાનો આરોપ લગાવ્યો છે.

Gujarat BJP bharatiya janata party subramanian swamy